બજાજ ઓટોએ લોન્ચ કરી સૌથી સસ્તી મોટરસાઇકલ CT110, કિંમત માત્ર 37,997થી શરૂ

સીટી110નું 115સીસી ડીટીએસઆઇ એન્જીન છે, જે 5,000 આરપીએમ પર 8.6 પીએસ પાવર અને 9.81 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જેથી આ બાઇક ચઢાણમાં પણ સારું પ્રદર્શન આપે છે. બાઇક સારી માઇલેજ સાથે ઉત્તમ સવારી પુરી પાડે છે. 

Updated By: Jul 22, 2019, 03:52 PM IST
બજાજ ઓટોએ લોન્ચ કરી સૌથી સસ્તી મોટરસાઇકલ CT110, કિંમત માત્ર 37,997થી શરૂ

નવી દિલ્હી: દ્વિચક્રી વાહન નિર્માતા બજાજ ઓટોએ સોમવારે નવી સીટી110 મોટરસાઇકલને લોન્ચ કરી છે. નવી સીટી110ને દરેક વિસ્તારમાં સારી ચલાવી શકાય તે મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં સેમી-નોબી ટાયર, રેઝ્ડ ગ્રાઉન્ડ ક્લીયરન્સ, મોટા અને મજબૂત ક્રેશ ગાર્ડ અને ક્રેશ ગાર્ડ અને સસ્પેંશન છે, જેના લીધે તેને ખરાબ માર્ગો અને કઠીન પરિસ્થિતિઓમાં પણ આરામદાયક સવારીનો આનંદ માણી શકશે. અપસ્વેપ્ટ એઝહોસ્ટ, રબર મિરર કવર્સ અને આગળના સસ્પેંશન પર લાગેલા બેલોસ, તેને દેખાવમાં કિલા જેવા સખત લાગે છે. 

સીટી110નું 115સીસી ડીટીએસઆઇ એન્જીન છે, જે 5,000 આરપીએમ પર 8.6 પીએસ પાવર અને 9.81 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જેથી આ બાઇક ચઢાણમાં પણ સારું પ્રદર્શન આપે છે. બાઇક સારી માઇલેજ સાથે ઉત્તમ સવારી પુરી પાડે છે. 

એક લાંબી, મોટી ગાદીવાળી અને રબર ટેંક પેડ સાથે સીટી110ની આરામદાયક સીટ બેસવા માટે સારું પોશ્વર પુરૂ પાડે છે. આ નવા વેરિએન્ટન્ના લોન્ચ પર બજાજ ઓટોના અધ્યક્ષ, મોટરસાઇકલ બિઝનેસ, સારંગ કનાડેએ કહ્યું કે સીટી રેંજની કલ્પના તે ગ્રાહકો માટે કરવામાં આવી હતી, જે યોગ્ય કિંમતમાં એક મજબૂત બાઇક ઇચ્છે છે. અત્યાર સુધી 50 લાખથી વધુ ગ્રાહક સીટીની સવારી કરી રહ્યા છે અને તેની મજબૂતી અને સારી માઇલેજ માટે વખણાઇ છે. અમે ભારતીય માર્ગો પર ટેક્નિક અને સ્ટાઇલ બંનેને અનુરૂપ કિંમતને ધ્યાનમાં રાખી બેસ્ટ વેલ્યૂ મોટરસાઇકલમાં સતત રોકાણ કર્યું છે. અમારું માનવું છે કે નવી સીટી 110 આકર્ષક કિંમતમાં સારા પ્રદર્શનની સાથે સારા પર્ફોમન્સ અને માઇલેજ અને પાવરનો શાનદાર સંગમ છે. 

સીટી100ના કિક સ્ટાર્ટ વેરિએન્ટની કિંમત 37,997 રૂપિયા અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિએન્ટની કિંમત 44,800 રૂપિયા છે. નવી સીટી110 આખા ભારતમાં બજાજ ઓટો ડીલરશિપ પર ત્રણ સ્ટાઇલિશ કલર મેટ ઓલિવ ગ્રીન, યલો ડેકલ્સની સાથે ગ્લોસ એબોની બ્લેક, બ્લ્યૂ ડેકલ્સ, ગ્લોસ ફ્લેમ રેડ, બ્રાઇટ રેડ ડેકલ્સમાં ઉપલબ્ધ છે.