નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સોમવારે નવો Nokia C20 Plus સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. આ એક સસ્તો નોકિયા ફોન છે, જેમાં ડુઅલ રિયલ કેમેરા અને એક ઓક્ટા કોર પ્રોસેસર જેવી સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે એકવાર ચાર્જ કરવા પર બે દિવસની બેટરી લાઇફ આપે છે. આ કંપનીના Nokia C20 નું અપગ્રેડ વર્ઝન છે. નોકિયા સી20 પ્લસની સાથે HMD Global ના Nokia C01 Plus, Nokia C10 અને Nokia XR20 ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia C20 Plus ની કિંમત
ભારતમાં નોકિયા સી20 પ્લસની શરૂઆતી કિંમત 8999 રૂપિયા છે. આ કિંમત ફોનના 2GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટની છે. જ્યારે ફોન 3GB રેમ + 32GB સ્ટોરેજ વિકલ્પમાં પણ આવે છે, જેની કિંમત 9,999 રૂપિયા છે. ફોન 9 ઓગસ્ટથી નોકિયા ઈન્ડિયાની વેબસાઇટ, મુખ્ય મોબાઇલ રિટેલર્સ, રિલાયન્સ ડિજિટલ અને જીયો પોઈન્ટ આઉટલેટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ફોન બ્લૂ અને ગ્રે કલર ઓપ્શનમાં મળશે. 


આ પણ વાંચોઃ દરરોજ 3GB ડેટા સાથેનો સૌથી સસ્તો પ્લાન, કિંમત 350 રૂપિયાથી ઓછી, સાથે ફ્રી કોલિંગનો ફાયદો   


Nokia C20 Plus ના સ્પેસિફિકેશન્સ
નોકિયા સી20 પ્લસ એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) પર ચાલે છે અને તેમાં 6.5 ઇંચની એચડી+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ઓક્ટા-કોર  Unisoc SC9863a પ્રોસેસરની સાથે 3જીબી સુધી રેમ અને 32 જીબીનું સ્ટોરેજ મળે છે. ફોનની મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. 


તેમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં એલઈડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4,950mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે ફુલ ચાર્જ કરવા પર બે દિવસ સુધી ચાલી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube