Nokia એ શાનદાર 5G ફોનનું નવું વેરિએન્ટ કર્યું લોન્ચ, કિંમત 9999, ફીચર જબરદસ્ત
Nokia G42 5G નું નવું વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીનો ફોન હવે 4જીબી રેમ ઓપ્શનમાં આવવા લાગ્યો છે. તેમાં 2જીબી વર્ચુઅલ રેમ પણ આપવામાં આવી રહી છે. તેનાથી તેની ટોટલ રેમ 6જીબી સુધી થઈ જાય છે.
નવી દિલ્હીઃ નોકિયાએ પોતાના બજેટ સ્માર્ટફોન Nokia G42 5G નું નવું વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીનો આ ફોન હવે 4જીબી રેમ ઓપ્શનમાં પણ આવવા લાગ્યો છે. તેમાં 2જીબી વર્ચુઅલ રેમ પણ આપવામાં આવી રહી છે. જેથી ફોનમાં ટોટલ રેમ 6જીબી સુધી થઈ જાય છે. ફોનમાં 128જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેની કિંમત 9999 રૂપિયા છે. ફોનનો સેલ 8 માર્ચથી શરૂ થશે. તમે તેને HMD.com અને એમેઝોન ઈન્ડિયાથી ખરીદી શકો છો.
કંપનીએ આ ફોનને પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 6જીબી રેમ અને 128જીબીના ઈન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો હતો. જેમાં 5જીબીની વર્ચુઅલ રેમ આપવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ ઓક્ટોબર 2023માં આ ફોનને 8જીબી રિયલ + 8જીબી વર્ચુઅલ રેમવાળું વેરિએન્ટ લોન્ચ કર્યું હતું. તે 256જીબી ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે.
નોકિયા G42 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
કંપનીએ ફોનમાં 720x1612 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.56 ઈંચની એચડી + ડિસ્પ્લે ઓફર કરી રહી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેનું પીક બ્રાઇટનેસ લેવલ 560 નિટ્સનું છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તેમાં તમને ગોરિલ્લા ગ્લાસ 3 પણ મળશે. ફોન 8જીબી સુધીની રેમ અને 256જીબી સુધીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 480+ ચિપસેટ ઓફર કરી રહી છે.
આ પણ વાંચોઃ આ છે દેશની સૌથી સસ્તી 4x4 કારો, લિસ્ટમાં Mahindra Scorpio-N પણ સામેલ
ફોટોગ્રાફી માટે કંપની આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપી રહી છે. તેમાં 50 મેગાપિક્સલનો મેન લેન્સની સાથે એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા સામેલ છે. તો સેલ્ફી માટે ફોનમાં કંપની 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો ઓફર કરી રહી છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં 5000mah ની બેટરી આપવામાં આવી છે.
આ બેટરી 20 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોઇડ 13 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, ડ્યૂલ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), બ્લૂટૂથ અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.