Nokia G50 હશે કંપનીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, મળશે આ શાનદાર ફીચર
TENAA લિસ્ટિંગ અનુસાર ફોનમાં 720x1640 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.82 ઇંચની એચડી+IPS ડિસ્પ્લે મળશે.
નવી દિલ્હીઃ નોકિયાના સ્માર્ટફોન બનાવનારી કંપની HMD Global આજકાલ Nokia G50 5G ને લોન્ચ કરવાની તૈયારીમાં લાગી છે. આ કંપનીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન હોઈ શકે છે. કંપની આ ફોનને સપ્ટેમ્બર મહિનામાં કેટલાક દેશોમાં લોન્ચ કરી શકે છે. હાલમાં આ ફોન TENAA સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો હતો. તેમ માનવામાં આવી રહ્યું છે કે નોકિયાનો આ ફોન ભારતની સાથે ચીનમાં પણ લોન્ચ કરવામાં આવશે.
મળી શકે છે આ ફીચર અને સ્પેસિફિકેશન
TENAA લિસ્ટિંગ અનુસાર ફોનમાં 720x1640 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.82 ઇંચની એચડી+IPS ડિસ્પ્લે મળશે. આ લિસ્ટિંગ પ્રમાણે ફોન 2જીબી રેમથી 8જીબી રેમ અને 64જીબીથી 512જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે. પ્રોસેસર તરીકે કંપની ફોનમાં સ્નેપડ્રેગન 480 ચિપસેટ ઓફર કરવાની છે.
આ પણ વાંચોઃ દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, ત્રણ મહિનાની વેલિડિટી, આ છે Jio ના બેસ્ટ પ્લાન
ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ સિવાય ફોનનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હોઈ શકે છે. સેલ્ફી માટે કંપની આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો ઓફર કરી શકે છે.
બેટરીની વાત કરીએ તો ફોનમાં 4850mAh ની બેટરી મળવાની સંભાવના છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. ઓએસની જ્યાં સુધી વાત છે તો આ ફોન એન્ડ્રોયડ 11 પર કામ કરશે. ફોનમાં આપવામાં આવેલ ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટનની અંદર મળશે. કંપનીનો આ ફોન સી બ્લૂ અને ડોન (Dawn) કલર ઓપ્શનમાં આવી શકે છે. ફોનની કિંમત વિશે અફવા છે કે તે 230 યૂરો (આશરે 19800 રૂપિયા) ના પ્રાઇઝટેગ સાથે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube