દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, ત્રણ મહિનાની વેલિડિટી, આ છે Jio ના બેસ્ટ પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધી ચાલનાર રિચાર્જ પ્લાન છે. તમે જરૂરીયાત પ્રમાણે કોઈપણ પ્લાનની પસંદગી કરી શકો છો.
 

દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, ત્રણ મહિનાની વેલિડિટી, આ છે Jio ના બેસ્ટ પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધી ચાલનાર રિચાર્જ પ્લાન છે. તમે જરૂરીયાત પ્રમાણે કોઈપણ પ્લાનની પસંદગી કરી શકો છો. જો તમે આશરે ત્રણ મહિના (84 દિવસ) ચાલનાર રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો તો અમે તમને તેના વિશે માહિતી આપીશું. જીયોના 84 દિવસની વેલિડિટીની સાથે શરૂઆતી પ્લાનમાં દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ આવે છે. તો આવો જાણીએ જીયોની પાસે 84 દિવસની વેલિડિટીવાળા ક્યા-ક્યા પ્લાન છે અને તેમાં ક્યા-ક્યા ફાયદા આપવામાં આવી રહ્યાં છે. 

દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, 84 દિવસની વેલિડિટી
રિલાયન્સ જીયોના વેલ્યુ પ્લાનમાં એક રિચાર્જ 329 રૂપિયાનું છે. આ પ્લાનની માન્યતા 84 દિવસ છે. એટલે કે, પ્લાનમાં એક દિવસનો ખર્ચ 3.91 રૂપિયા છે. પ્લાનમાં યુઝર્સને 6GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ આપે છે. પ્લાનમાં 1000 SMS ઉપલબ્ધ છે. ઉપરાંત, Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રી છે.

84 દિવસની વેલિડિટી, 252GB ડેટા
રિલાયન્સ જીયોનો એક પ્લાન 999 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં કુલ 252GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સાથે દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય જીયોના પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

84 દિવસની વેલિડિટી, 131GB સુધી ડેટા
રિલાયન્સ જીયોના 555 રૂપિયા અને 777 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં પણ 84 દિવસની વેલિડિટી મળે છે. આ બંને પ્લાનમાં કોઈપણ નેટરવ્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ બંને પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. 555 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા મળે છે. એટલે કે આ પ્લાનમાં કુલ SMS ડેટા આપવામાં આવે છે. તો 777 રૂપિયાવાળા પ્લાનમાં પણ દરરોજ 1.5જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં ટોટલ 131 GB ડેટા મળે છે. 777 રૂપિયાવાળા પ્લાનમાં Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

84 દિવસની વેલિડિટી, 168GB ડેટા
રિલાયન્સ જીયોની પાસે 84 દિવસની વેલિડિટી સાથે આવનાર વધુ એક પ્લાન છે. આ પ્લાન 599 રૂપિયાનો છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે આ પ્લાનમાં કુલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 SMS મોકલવાની સુવિધાની સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news