નવી દિલ્હી: Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં Nokia બ્રાંડેડ સ્માર્ટ ટીવીની કિંમત 41,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટ ટીવીનો સેલ 10 ડિસેમ્બરથી શરૂ થશે. ગ્રાહક તેને ફ્લિપકાર્ટ પરથી જ ખરીદી શકશે. 41,999 રૂપિયાની કિંમતમાં Nokia સ્માર્ટ ટીવીના ગ્રાહકોને સ્ટેન્ડ, વોલ માઉન્ટ અને એક બ્લ્યૂટૂથ રિમોટ સાથે મળશે. આ રિમોટમાં વોઇસ કમાન્ડ માટે ગૂગલ આસિસ્ટન્ટનું સપોર્ટ મળશે. 


સેલ ઓફર્સની વાત કરીએ તો ગ્રાહકોને પ્રીપેડ ટ્રાંજેક્શન પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 999 રૂપિયામાં કમ્પલીટ ટીવી પ્રોટેક્શન કવરેજ મળશે. તેમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ માટે ત્રણ વર્ષની વોરન્ટી અને એક્સીડેન્ટલ ડેમેજ સામેલ હશે.


સ્માર્ટ ટીવીમાં ક્વોડ-કોર પ્રોસેસર સાથે 55-ઇંચ 4K UHD ડિસ્પ્લે આપવામાં આવી છે. અહીં ડોલ્બી વિઝન સપોર્ટ, MEMC અને સારી વિઝુઅલ એક્સપીરિયન્સ માટે ઇંટેલિજેન્ટ ડિમિંગ ફીચર પણ આપવામાં આવ્યો છે. આ ટીવી એંડ્રોઇડ 9 ટીવી પ્લેટફોર્મ પર ચાલે છે અને અહીં ગૂગલ પ્લે સ્ટોર પણ મળે છે.


આ ઉપરાંત તેમાં 2.25GB રેમ અને 16GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. સાથે જ અહીં કનેક્ટિવિટી માટે ત્રણ HDMI પોર્ટ, બે USB (2.0 અને 3.0) પોર્ટ, Wi-Fi અને બ્લ્યૂટૂથ 5.0નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટે જાણકારી આપી છે કે ભવિષ્યમાં Nokiaના બ્રાંડિંગવાળા બીજા ટીવી મોડલ્સ લોન્ચ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube