હેલસિંકી: નોકિયા સ્માર્ટફોન બનાવનારી ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે નોકિયા 7 પલ્સ સ્માર્ટફોન માટે Android 9 Pie 9.0 ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની જાહેરાત કરી છે. નોકિયા 7 પ્લસ એટએમડીનું પ્રથમ ડિવાઇસ છે, જેનાથી એન્ડ્રોઇડ પીને નવમો મુખ્ય અપડેટના રૂપમાં આપ્યું છે. જોકે, એન્ડ્રોઇડ ઓએસનું આ 16મું સંસ્કરણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ધ વર્ઝ’ની રિપોર્ટમાં શુક્રવાર મોડી રાત્રે કહેવામાં આવતું હતુ, ‘‘આ અપડેટ વિવિધ તબક્કાઓમાં આપવામાં આવશે, આ પહેલા 10 ટકા ઇન્સ્ટોલ બેસને પાર કરી શકશે. નોકિયા 7 પ્લસ 400 ડોલર કિંમતનો એન્ડ્રોઇડ ફોન છે, જો કે સત્તાવાર રીતે અમેરિકામાં મળશે નથી. પંરતુ મુખ્ય રીતે આ ફોનને એશિયા અને ભારત માટે બનાવવામાં આવ્યો છે.’’


વાંચવા માટે ક્લિક કરો: કંપનીઓને જાહેરાત દેખાડવા માટે થાય છે યુઝર્સના મોબાઇલ નંબરનો ઉપયોગ: FBનો ઘટસ્ફોટ


કંપનીએ કરી ઘોષણા
એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો સરવિકાસે હાલમાં જ એક ટ્વિટ કરતા લખ્યુ હતું કે, દરેકને પી જોઇએ, એટલા માટે અમે નોકિયા 7 પ્લસ માટે એન્ડ્રોઇડ 9 અપડેટ લાવી રહ્યા છે. તેમાંથી ક્યું ફિચર્સ તેમને પસંદ છે. અપડેટ મળતા જ તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે અથવા તમારા સેટિંગમાં જઇને અપડેટ ચેક કરી શકો છો.


ટચૂકડા સ્માર્ટ સ્પીકરના વેચાણમાં આ કંપનીએ ભારતમાં માર્યું મેદાન


નોકિયા 6.1ને પણ અપડેટ મળશે
ત્યારે, નોકિયા 6.1ને ઓગસ્ટમાં અમેરિકામાં રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં ટૂક સમયમાં અપડેટ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘‘નોકિયા 7 પ્લસની સૌથી ખાસ વાત એ છે કે આ પ્રથમ ગૈર-પિક્સલ ફોન છે, જેમાં ડિઝિટલ વેલવીઇંગ ફીચર્સ છે. Android 9 Pieમાં ઘણા લાભદાયક ફિચર્સ છે. જેમાં એડેપ્વિટ બેટ્રી, ટ્વીક્ડ નેવિગેશન અને ઉન્નત નોટિફિકેશન્સ શામેલ છે.’’


ફેસબુક યૂઝર્સ માટે આઘાતજનક સમાચાર, હેકર્સે ફરી સર્વરને 'ઉલ્લુ' બનાવ્યું, બંધ થયું આ ફીચર


અપડેટ વર્ઝન 1.47 જીબીનું છે
એન્ડ્રોઇડ પી એપડેટ ઇન્ટોલ કરવાની સાથે જ તમને ડૂ નોટ ડિસ્ટર્બ મોડ, એડેપ્ટિવ બેટર ફીટર, એડેપ્ટિવ બ્રાઇટનેસ, જેસ્ચર આધારિત નેવિગેશન, નવું રીડિઝાઇન ડેશબોર્ડ અને અન્ય ફીચર્સ મળશે. નવા સોફ્ટવેર અપડેટનું વર્ઝન નંબર 3.22C છે. ફાઇલની સાઇઝ 1,471 એમબી એટલે 1.47 જીબી છે.


ટેકનોલોજીના વુધ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...