આ કંપની 2020 સુધી રસ્તા પર ઉતારશે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ, જાણો પ્લાનિંગ
એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.
નવી દિલ્હી: એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.
કંપનીએ ઇ વાહનોની સાથે પ્રયોગ કર્યો
ઓલાએ નાગપુરમાં વિજળીથી ચાલર ફોર વ્હીલર સાથે એક પ્રયોગ કર્યો હતો. કંપનીના અનુસાર આ પ્રયોગથી મળેલી સમજથી તેને લાગે છે કે ફોર વ્હીલર ઇ-વાહન અત્યારે ભારતમાં મોટાપાયે ઉપયોગ માટે તૈયાર નથી.
દસ હજાર ઇ વાહન લાવવા માટે કંપની કરી રહી છે તૈયારી
કંપનીની યોજના માર્ચ 2020ના અંત સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્રીચક્રી તથા ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે. ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (ઓઇએમ)ના સહ સંસ્થાપક આનંદ શાહે કહ્યું (નાગપુર)થી અમને બોધપાઠ મળ્યો છે ફોર વ્હીલર વાહન અત્યારે તૈયાર નથી. મોટાપાયે આવા વાહનો ભારતના રસ્તા પર આવતા હજુ થોડા વર્ષ લાગશે. શાહના અનુસાર કંપનીએ આ વિશ્વાસને છોડ્યો નથી વિદ્યુતપ્રવાહ લાંબા ગાળે વ્યવહારુ છે.
મોટી સંખ્યામાં દ્વીચક્રી ઇ વાહન આવી શકે છે
ઇ-પરિવહનને લઇને કંપનીની યોજના શેર કરતાં શાહે કહ્યું કે 'અમે આગામી વર્ષોમાં દ્વીચક્રી અને ત્રણ પૈડાવાળા વાહનો પર ભાર મુકીશું. નાગપુરના અનુભવ બાદ અમે એ કહેવાની સ્થિતિમાં છીએ કે હાલ આ બંને ક્ષેત્રો પર ધ્યાન આપી શકીએ.
ઝડપીથી આયાતમાં આવશે ઘટાડો
સંગઠને કહ્યું કે તેનાથી 2022 સુધી કાચા તેલના આયાતમાં 10 ટકા ઘટાડો કરવાના લક્ષ્યને પામવાની દિશામાં છે. તેનાથી 2030માં ડીઝલ તથા પેટ્રોલના ઉપયોગમાં 15.6 ટનનો ઘટાડો આવશે તથા હાલની કિંમત પર 2030માં લગભગ 60 અરબ ડોલરની બચત થશે.