Ola Electric: થઈ જાવ તૈયાર! Ola શનિવારે લોન્ચ કરશે પોતાનું સસ્તું Electric Scooter, જાણો કિંમત
Affrodable Electric scooter: Ola Electric વેચાણ વધારવા માટે પોતાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લાવવાની છે. કંપની પોતાના પોપ્યુલર એસ1 ઇલેક્ટ્રિક સ્કૂટરના નવા અને સસ્તા વર્ઝનને લોન્ચ કરશે.
નવી દિલ્હીઃ Ola Cheapest Electric Scooter: ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં સતત નવી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને બજારમાં ઉતારી રહી છે. Ola Electric વેચાણ વધારવા માટે પોતાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લાવવા જઈ રહી છે. કંપની પોતાના પોપ્યુલર S1 ઇલેક્ટ્રિક સ્કૂટરના એક નવા સસ્તા વર્ઝનને લોન્ચ કરશે. ઓલાનું આ નવું સ્કૂટર 22 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે.
શું હશે નવા સ્કૂટરની કિંમત
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કંપનીનું સૌથી સસ્તું મોડલ હશે. તેની કિંમત 80 હજાર રૂપિયા હોઈ શકે છે. આ પહેલાં 15 ઓગસ્ટે ઓલાએ પોતાનું Ola S1 સ્કૂટર લોન્ચ કર્યું હતું, જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા છે.
નવું સ્કૂટર ઓલાના S1 નું સસ્તું વર્ઝન હોઈ શકે છે. કિંમત ઓછા રાખવા માટે કંપની સ્કૂટરના મુખ્ય ફીચરને ઓછા કરી શકે છે. નવા સ્કૂટરમાં નાની ડિસ્પ્લે, નાના બેટરી પેક આપવાની સંભાવના છે. આ રીતે ઓલા માર્કેટમાં હીરો ઇલેક્ટ્રિક અને ઓકિનાવાની લાઇનઅપની સાથે સારી રીતે મુકાબલો કરશે.
આ પણ વાંચોઃ ત્રણ મહિનાની વેલિડિટી સાથે જિયોનો નવો પ્લાન લોન્ચ, યૂઝર્સને મળશે અનેક સુવિધા
સ્કૂટરની લોન્ચ ડેટની જાહેરાત કરતા ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું, 'અમારી દિવાળી ઈવેન્ટ 22 ઓક્ટોબરે થશે. ઓલા તરફથી અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતોમાંથી એક. જલદી મળીએ.' Ola S1 માં 2.98kWh બેટરી પેક મળે છે. તેની ટોપ સ્પીડ 90 કલાક પ્રતિ કલાકની છે. કંપની પ્રમાણે ઓલા એસ1 ફુલ સિંગલ ચાર્જ પર 141 કિમીની રેન્જ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube