Upcoming Cars: ફરી રસ્તા પર ફરતી થશે આ જૂની ટોપ કાર્સ, લિસ્ટમા તમારી ફેવરિટ કાર છે કે નહીં કરી લો ચેક!
Upcoming Cars in India: એવી ઘણી બધી કાર્સ છે, જેની ભારતમાં વર્ષોથી રાહ જોવાઈ રહી છે. આ કારો એક સમયે ગ્રાહકોના દિલ પર રાજ કરતી હતી, પરંતુ કોઈક કારણસર તે બંધ થઈ ગઈ હતી.
Old legendary cars that are Coming Back: ભારતમાં કાર કંપનીઓ સતત નવા મોડલ લાવી રહી છે. આ સાથે કેટલીક જાણીતી કારોને પરત લાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ટાટા મોટર્સે થોડા સમય પહેલા તેની ટાટા સફારીને બજારમાં પાછી લાવી હતી. તેવી જ રીતે, અન્ય ઘણી કાર્સ છે, જેની ભારતમાં વર્ષોથી રાહ જોવાઈ રહી છે. આ કાર્સ એક સમયે ગ્રાહકોના દિલ પર રાજ કરતી હતી, પરંતુ કોઈક કારણસર તે બંધ થઈ ગઈ હતી.
આવી કારની યાદીમાં હિન્દુસ્તાન એમ્બેસેડર, ટાટા સિએરા, હિન્દુસ્તાન કોન્ટેસા, મારુતિ 800, મારુતિ ઓમ્ની, મારુતિ જીપ્સી જેવા નામ સામેલ છે. આ તમામ કાર્સ હાલમાં ભારતમાં વેચાઈ રહી નથી. પરંતુ સારી વાત એ છે કે આમાંથી ત્રણ કાર ભારતમાં કમબેક કરવા માટે તૈયાર છે. અહીં અમે તમારા માટે આવી જ ત્રણ કારની વિગતો લાવ્યા છીએ. આમ એક કારનું તો બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
હિન્દુસ્તાન એમ્બેસેડર
એક સમયે ભારતીય રસ્તાઓના રાજા ગણાતા, આ ફેમિલી સેડાન કારનો ઉપયોગ સામાન્ય લોકોની માંડીને VIP દરેક લોકો કરતા હતા. અત્યારે પણ આ કાર ઘણા રાજનેતાઓ અને પ્રશાસનના લોકો પાસે જોવા મળે છે. આ કારને 1956 થી 2014 સુધી વેચવામાં આવી હતી. એવી અફવા છે કે આ કાર ટૂંક સમયમાં ભારતમાં કમબેક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એમ્બેસેડરને ઇલેક્ટ્રિક વર્ઝનમાં લાવવામાં આવશે.
આ પણ વાંચો
દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ
Tata Sierra
Tata Sierra એ ભારતની પ્રથમ SUV હતી અને તેને વર્ષ 1991માં લૉન્ચ કરવામાં આવી હતી. અગાઉ તેને માત્ર ઓફ-રોડિંગ માટે લાવવામાં આવી હતી. વર્ષ 2003માં કંપનીએ આ મોડલ બંધ કરી દીધું હતું. હવે ટાટા મોટર્સ તેને ફરીથી ઇલેક્ટ્રિક અવતારમાં પાછી લાવી છે. ગયા મહિને તેને ઓટો એક્સ્પો 2023માં રજૂ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ટાટા સિએરા ઇલેક્ટ્રિકમાં 40.5kWh બેટરી પેક આપવામાં આવી શકે છે, જે 437 કિમીની રેન્જ ઓફર કરશે.
મારુતિ જીપ્સી
મારુતિ જીપ્સીને બદલીને, કંપની ભારતમાં મારુતિ જીમ્ની લાવી છે. આ SUVનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારુતિની આ પહેલી 4X4 કાર હશે. તેને ભારતમાં બનાવીને વિદેશમાં પણ વેચવામાં આવશે. તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળશે. મહિન્દ્રા થાર સાથે સ્પર્ધા કરતી આ કારમાં 5 દરવાજા છે.
આ પણ વાંચો
શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ
Women's T20 WC: ભારત-પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મેચ, જાણો કોનું પલડું છે ભારે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube