નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo) આજે Oppo Reno 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટપોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવ્યા છે. લોન્ચિંગ પહેલા જ કેટલાક ફિચર્સ લીક થયા હતા. લીક રિપોર્ટ અનુસાર ત્રણ કલર ઓપ્શનમાં લાન્ચ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ ટેલિકોમ કંપની લઇને આવી છે ધાંસૂ પ્લાન, માત્ર 96 રૂપિયામાં યૂજર્સને મળશે 10GB ડેટા


લીક સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેની ડિસ્પ્લે 6.5 ઈંચની હશે. સ્ક્રીન ફૂલ એચડી છે. તેમાં 8gb અને ઇન્ટર્નલ સ્ટોરેજ 128gb છે. 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર લેન્સ છે. આ ઉપરાંત 13 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇલ્ડ લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર લેન્સ લગાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- SAMSUNG ટૂંક સમયમાં લોન્ચ કરશે Galaxy M30s અને Galaxy A30s, જાણો ફીચર્સ


ઓપ્પોએ આ સ્માર્ટફોનમાં Snapdragon 730G SoC પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. અન્ય ફિચર્સમાં અલ્ટ્રા ડાર્ક મોડ, અલ્ટ્રા સ્ટીડિ મોડ, હાઇબ્રિડ ઝૂમ અને 20x ડિજિટલ ઝૂમીંગ જેવા ફિચર્સ જોવા મળશે.


જુઓ Live TV:-


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...