નવી દિલ્હી: ફોનના કેમેરામાં થોડા વર્ષોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કેમેરામાં નવા-નવા ફેરફાર કર્યા બાદ કંપનીઓ હવે ફોનના ડિસ્પ્લે પર ફોકસ કરી રહી છે. બધી કંપનીઓ ઇચ્છે છે કે તેમના ડિવાઇસની સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો સારો હોય. આ કડીમાં ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની ઓપ્પો હવ એક એવો સ્માર્ટફોન લાવવાની છે જેનો ફ્રન્ટ કેમેરો ડિસ્પ્લેની અંદર હશે. ઓપ્પોએ અત્યાર સુધી પોપ-અપ સેલ્ફી કેમેરા અને નોચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, પરંતુ હવે તે દુનિયાનો પ્રથમ અંડર-સ્ક્રીન કેમેરા ફોન લાવવાની તૈયારી રહ્યો છે. ઓપ્પો પોતાના આ ફોનને શંઘાઇમાં આ અઠવાડિયે યોજાનાર મોબાઇલ વર્લ્ડ બેંક કોંગ્રેસમાં શોકેસ કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ફોન વિશે વાત કરીએ તો ઓપ્પોએ જણાવ્યું કે તેમાં ટ્રાંસપેરંટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રીડિઝાઇન્ડ પિક્સલ સ્ટ્રકચર સાથે મળીને કામ કરે છે જેથી કેમેરામાં લાઇટ પહોંચી શકે. ફ્રંટ કેમેરાના સેંસર વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ બીજા સેલ્ફી કેમેરાના મુકાબલે ખૂબ મોટો છે અને તેમાં પહોળો અપર્ચર લેન્સ આપવામાં આવ્યો છે.


Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ


કંપની એક વિડીયો પણ રિલીઝ કર્યો છે, જેમાં ફોનના ફ્રંટ કેમેરા હાઉસિંગ ટેક્નોલોજી બતાવવામાં આવી છે. આ ફોન ઓપ્પો ફાઉંડ X નું સક્સેસર હશે. કંપનીએ તેને ઓપ્પો ફાઇન્ડ Y (Oppo Find Y) નામ આપવામાં આવ્યું છે. જોકે કંપનીએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. 


આ પહેલાં પણ કંપનીએ ટ્વિટર પર 15 સેકન્ડ એક વિડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં ફોનના ફ્રંટ પેનલની ઉપરમાં ભાગમાં જોવા મળે છે. વિડિયોમાં ફ્રંટ કેમેરો જોવા મળતો નથી. ફોનમાં સેલ્ફી કેમેરા એક્ટિવેટ થતો બતાવવામાં આવ્યો છે. 

Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત


વિડિયોમાં એ સ્પષ્ટ દેખાતું નથી કે આ મોડલનું નામ શું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઓપ્પો ફાઇન્ડ X નું સક્સેસર ઓપ્પો ફાઇન્ડ Y છે. ઓપ્પો ફાઇન્ડ Xમાં ઘણા ઇનોવેટિવ ફીચર ઉપલબ્ધ છે. આ ફોનના ફીચર પણ ફાઇન્ડ X સાથે મળે છે.


Xiaomi એ ઘટાડ્યો આ મનપસંદ સ્માર્ટફોનની ભાવ, હવે આટલામાં મળશે


તો બીજી તરફ શાઓમીએ પણ જાહેરાત કરી છે કંપની ટૂંક સમયમાં અંડર સ્ક્રીન કેમેરા ટેક્નોલોજી સાથે ફોન લાવવાની છે. કંપનીએ દાવો કર્યો છે કે અંડર ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજી સ્માર્ટફોન્સમાં ફૂલ વ્યૂ માટે મીલનો પત્થર સાબિત થશે.