Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ

ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) પોતાના પ્રાઇમ કસ્ટમર માટે 15 અને 16 જુલાઇના રોજ સ્પેશિયલ સેલ લાવી રહ્યું છે. આ સેલમાં 1000 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.
Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ

નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) પોતાના પ્રાઇમ કસ્ટમર માટે 15 અને 16 જુલાઇના રોજ સ્પેશિયલ સેલ લાવી રહ્યું છે. આ સેલમાં 1000 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.

ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા પ્રકારની સામે બે કલાકમાં ફાસ્ટ ડિલીવરીની સુવિધા આપવામાં આવે છે. અમેઝોન ઇન્ડીયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કંટ્રી મેનેજર, અમિત અગ્રવાલે કહ્યું કે ''પ્રાઇમ સભ્યો માટે અમારો સૌથી મોટો તહેવાર શરૂ થઇ ગયો છે. અમારા સભ્યો ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘણુ બધુ પ્રાપ્ત કરી શકશે. પ્રાઇમ મેંમરશિપનો ચાર્જ 129 રૂપિયા દર મહિને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news