દુનિયામાં સૌથી વધારે પગાર લેતો CEO બન્યો આ ભારતીય, મળશે 857 કરોડ રૂ.
ટેકનોલોજીની દનિયામાં નિકેશ અરોરાનું નામ ફેમસ છે
નવી દિલ્હી : ટેકનોલોજીની દુનિયામાં નિકેશ અરોરાનું નામ ફેમસ છે. ગૂગલ અને સોફ્ટબેંક જેવી દિગ્ગજ કંપનીઓમાં કામ કરનાર નિકેશ એવા ભારતીય છે જે હવે દુનિયામાં સૌથી વધારે પગાર લેનાર સીઇઓ બની ગયા છે. હાલમાં નિકેલ પાલો અલ્ટો નેટવર્કના નવા સીઇઓ બન્યા છે. તેમનો વાર્ષિક પગાર 12.8 કરોડ ડોલર એટલે કે કુલ 857 કરોડ રૂ. છે. નિકેશને પગાર તરીકે 6.7 કરોડ રૂ. મળશે. આ સાથે વાર્ષિક બોનસ પણ મળશે. આ સિ્વાય કંપનીમાં 268 કરોડ રૂ.ના શેર મળશે. જોકે આ શેર સાત વર્ષ સુધી વેંચી ન શકાય. પાલો અલ્ટો સાયબર સિક્યોરિટી છે જેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. નિકેશ અરોરા લાંબા સમયથી ટેકનોલોજીના ફિલ્ડ સાથે જોડાયેલા છે.
45 વર્ષના અંકલજીએ સ્ટેજ પર મચાવી ધમાલ, વાઇરલ થયો Video
બીબીસીએ આપેલી માહિતી પ્રમાણે પાલો અલ્ટો નેટવર્ક સાથે જોડાયા પછી નિકેશ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો્ છે. વાર્ષિક પગાર સિવાય નિકેશને જે શેર મળ્યા છે એની કિંમત 1 વર્ષમાં 300 ગણી વધે છે અને આ કિંમત 442 કરોડ રૂ. થઈ જશે. આ સિવાય નિકેશ પોતાના પૈસામાંથી પણ પાલો અલ્ટોમાં 134 કરોડ રૂ.ના શેર ખરીદી શકે છે. જોકે આ શેર તે સાત વર્ષ સુધી વેચી નહીં શખે. હાલમાં કંપનીના શેરમાં મંદી છે પણ આશા છે કે કંપનીને જબરદસ્ત વાર્ષિક ફાયદો થઈ શકે છે.
નિકેશ અરોરાએ 2011થી આ પદ સંભાળી રહેલા માર્ક મિકલોકલીનની જગ્યા લીધી છે. જોકે માઇક કંપનીના બોર્ડમાં વાઇસ ચેરમેનના પદ પર કાર્યરત રહેશે જ્યારે નિકેશ ચેરમેન પણ રહેશે. કંપનીનો આ નિર્ણય થોડો ચર્ચાસ્પદ છે કારણ કે નિકેશ પાસે સાયબર સિક્યોરિટીનો અનુભવ નથી. જોકે તેની પાસે ક્લાઉડ અને ડેટા ડિલિંગનો અનુભવ છે જે સિક્યરિટી ક્ષેત્રમાં મદદ કરશે.
અંગ્રેજી સમાચાર પત્ર બિઝનેસ સ્ટાન્ડર્ડમાં નિકેશે પોતાની કરિયરની ચર્ચા કરી છે. તેમણે માહિતી આપી છે કે તેને અનેક કંપનીઓએ નોકરી આપવાની ના પાડી દીધી હતી અને અમેરિકા જતી વખતે તેમની પાસે માત્ર 3 હજાર ડોલર જ હતા. જોકે નિકેશને ગૂગલમાં નોકરીની તક મળતા તેમની કરિયરમાં મોટો વળાંક આવ્યો હતો. 50 વર્ષના નિકેશનો જન્મ 6 ફેબ્રુઆરી, 1968ના દિવસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેના પિતા ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતા અને તેણે સ્કૂલનો અભ્યાસ દિલ્હીની એરફોર્સ સ્કૂલમાં જ કર્યો હતો. તેણે ગ્રેજ્યુએશન બીએચયુ આઇટીથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં 1989માં કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી તેણે વિપ્રોમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી પણ બહુ જલ્દી નોકરી છોડીને આગળ અભ્યાસ કરવા માટે અમેરિકા જતા રહ્યા હતા. નિકેશે બોસ્ટનની નોર્થઇસ્ટરર્ન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.