નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્ર કરવાના કાર્યક્રમને પાછલી સરકારે ગંભીરતાથી નહોતો લીધો જેના કારણે પેટ્રોલિયમ આયાતમાં સારી એવી બચત થઈ શકે છે. વડાપ્રધાને કહ્યું છે કે હવે જ્યારે આ જૈવિક ઇંધણનું ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે એનો ઉપયોગ પેટ્રોલની કિંમત ઘટાડવા માટે કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન 4 વર્ષમાં 3 ગણું વધીને 540 કરોડ લીટરના સ્તર સુધી પહોંચી જશે. આા કારણે પેટ્રોલની આાયાતમાં 12,000 કરોડ રૂ.ની બચત થઈ શકે છે. નોંધનીય છે કે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે ભારતે 80 ટકા ખનિજ તેલ આયાત કરવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં વડાપ્રધાને પ્રોજેક્ટ્સને પર્યાવરણ વિભાગની મંજૂરી જલ્દી મળે એ માટે ખાસ વેબ પોર્ટલ ‘‘પરિવેશ’’નું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે દેશમાં 10,000 કરોડ રૂ.નું રોકાણ કરીને જૈવઇંધણની 12 રિફાઇનરી સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું છે કે સરકાર 2022 સુધી પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે અને એને વધારીને 2030 સુધી 20 ટકા કરવાનું લક્ષ્ય છે. આ દરેક રિફાઇનરી 1000-1500 લોકો માટે રોજગારીના અવસર ઉત્પન્ન થશે. 


વડાપ્રધાને કહ્યું છે કે જૈવઇંધણનો ઉપયોગ વધવાથી ખેડૂતોની આવક વધશે અને દેશમાં રોજગારના નવા અવસર ઉભા થશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે લોકો રસ્તા પર બહુ જલ્દી આ ઇંધણથી દોડતા વાહનો રસ્તા પર દોડશે. આ અવસર પર દેશમાં ખેડૂતોની આવક વધારવાના સરકારના ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


ટેકનોલોજીના સમાચાર જાણવા કરો ક્લિક...