ઉનાળામાં લાઈટ નહીં હોય તો પણ આ પંખો ચાલશે, ઠંડક આપશે AC જેવી, કિંમત છે સાવ ઓછી
Portable Folding Fan: ગરમીમાં પાવર કટ થઈ જાય તો કુલર-એસી કોઈ જ કામના રહેતા નથી. ત્યારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માર્કેટમાં એવા ડિવાઈઝ આવી ગયા છે, જે વીજળી નહીં હોય તો પણ તમને ઠંડી હવા આપશે.
Portable Folding Fan: જેમ ગરમી વધતી જઈ રહી છે, તેની સાથે જ ACના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આપણે ગરમીમાં રાહત મેળવવા માટે મસમોટી રકમ આપીને કુલર અને એસી વસાવીએ છીએ. પરંતુ તો ગરમીમાં પાવર કટ થઈ જાય તો કુલર-એસી કોઈ જ કામના રહેતા નથી. ત્યારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માર્કેટમાં એવા ડિવાઈઝ આવી ગયા છે, જે વીજળી નહીં હોય તો પણ તમને ઠંડી હવા આપશે. આજે અમે તમને એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વીજળી વગર પણ જબરદસ્ત ઠંડક આપશે.
આ પણ વાંચો:
દિવસની સરખામણીએ રાત્રે વધારે સ્પીડમાં ચાલે છે ટ્રેન, જાણો શું હોય છે કારણ
વ્યક્તિના મોત બાદ શું કરાય છે AADHAR અને PAN કાર્ડનું? શું છે તેના નિયમ જાણો
છોડો AC અને કુલર! ખરીદો 400 રૂપિયાનું આ નાનું AC, 1 લીટર પાણીમાં આખુ ઘર થઈ જશે ઠંડું
ફોલ્ડિંગ ફેન
જો તમે મોટા બજારોમાં જાવ તો તમને ઘણા પ્રકારના ફોલ્ડિંગ પંખા મળી રહેશે. આવા પંખામાં બેટરી લગાવેલી હોય છે. જેના કારણે તે જબરદસ્ત ઠંડક આપે છે. આ પંખામાં ચાર્જિંગ માટે USB પોર્ટ આપેલો હોય છે. એટલું જ નહીં તેમાં LED પણ લાગેલી હોય છે. જેનો તમે ઈમરજન્સી લાઈટ તરીકે ઉપયોગ કરી શકો છો. આ પંખા એવા હોય છે જેને તને બેટરૂમ, કિચન કે ઓફિસ સહિતની જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. આ પંખાની એક ખાસ ખાસિયતની વાત કરીએ તો એ છે કે આ પંખા ફોલ્ડ પણ કરી શકાય છે. જેથી તમે તેને સરળતાથી પોતાના સામાન સાથે ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
180 ડીગ્રીએ ફરી શકે છે પંખો
આ પંખા 180 ડિગ્રી સુધી ફરી શકે છે. એટલે જો તમે તેને દિવાલના ખુણામાં લગાવી દો તો તે આખા ઓરડામાં હવા પહોંચાડશે. આ પંખો વજનમાં પણ ખૂબ હળવો હોય છે. જેથી તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ પંખો સંપૂર્ણ પ્લાસ્ટિકથી બનેલો હોય છે. જેમાં એક સ્વિચ આપેલી હોય છે, જેનાથી પંખાને કંટ્રોલ કરી શકાય છે.
ફોલ્ડિંગ ફેનની કિંમત
ગરમી આવતા બજારમાં ઘણા જ ફોલ્ડિંગ પંખા મળવા લાગે છે. જે તમને 1500થી 3 હજાર રૂપિયા સુધીમાં મળી રહેશે. પરંતુ 1800 રૂપિયા સુધીમાં તમને સારામાં સારી ગુણવત્તાના ફોલ્ડિંગ પંખા મળી રહેશે.