ઝી બ્યૂરો, અમદાવાદઃ SUMMARY- PUBG મોબાઈલ ગેમ રમતા ભારતીયો માટે સારી ખબર સામે આવી છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું પોસ્ટર લોન્ચ કર્યું છે. નવી PUBGનું નામ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા હશે.ભારતમાં PUBG ગેમના રસીકો માટે ક્રાફટન કંપનીએ મોટુ એલાન કર્યું છે. ક્રાફટન આગામી થોડા જ સમયમાં ભારતમાં આ ગેમ લોન્ચ કરશે. આ ગેમનું નામ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BATTLEGROUND MOBILE INDIA) હશે. નવી ગેમમાં PUBG ગેમની જેમ અનેક લોકો એકસાથે રમી શકશે. એટલું જ નહીં પરંતુ તેના કંટ્રોલ્સ અને ગ્રાફિક્સ પણ PUBG જેવા જ હશે.


120 વર્ષની ઉંમરમાં પણ હોય છે 25 વર્ષના યુવાન જેવી જવાની? 90 વર્ષે પણ પુરુષ બની શકે છે પિતા, અહીં 150 વર્ષ સુધી જીવે છે લોકો!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


You Tube નું આ શાનદાર ફિચર કરશે તમારા ઈન્ટરનેટના ડેટાની બચત, જાણી લો આ સરળ Tips


મહત્વની વાત એ છે કે આ ગેમને ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે બનાવવામાં આવી છે. આ માટે ગેમના મેપ અને અન્ય કોન્ફીગરેશનમાં તમને ભારતથી જોડાયેલી વસ્તુઓ જોવા મળશે. આ પહેલા PUBG મોબાઈલ ઈન્ડીયાએ આધિકારિક રીતે યુટ્યુબ ચેનલ પર ટીઝર પોસ્ટ કર્યું હતું. જો કે થોડા સમય બાદ તેને હટાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ અટકળો લગાવવામાં આવી કે કંપની ભારતમાં આ ગેમ લોન્ચ કરી શકે છે. ગેમના નામને લઈ પહેલા પણ અનેક અટકળો લગાવવામાં આવી હતી. જો કે હવે નવી ગેમના નામનું એલાન કરવામાં આવ્યું છે.



OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


PUBG મોબાઈલ ઈન્ડીયાનું ફેસબુક(FACEBOOK) અને યુટ્યુબ(YOUTUBE) ચેનલનું પોસ્ટર પણ બદલી નાખવામાં આવ્યું છે. અહીં પહેલા PUBG લખેલું હતું, જેને બદલીને બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા(BATTLEGROUND MOBILE INDIA) રાખવામાં આવ્યું છે. જો કે ટ્વિટર હેંડલ પર હજુ પણ નામ બદલવામાં આવ્યું નથી. આ પહેલા ડિસેમ્બર, 2020માં ક્રાફ્ટને PUBG મોબાઈલ ઈન્ડિયા બેનર હેઠળ પબજી મોબાઈલ ભારત પરત આવવાની પુષ્ટિ કરતી વેબસાઈટ લોન્ત કરી હતી.



Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની


પબજી ગેમ બનાવતી કંપનીએ કેટલાક સમય પહેલા બેંગલુરુ ઓફિસ માટે લિંકડિન પર નોકરી માટે ભરતી બહાર પાડી હતી. અહીં એક ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટજી એનાલિસ્ટ માટે ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અટકળો લગાવવામાં આવી કે કંપની આગામી થોડા જ સમયમાં ભારત પરત ફરશે. આ દરમિયાન કંપનીએ પોતાનું નવું નામ પણ જાહેર કરી દીધું. નવા નામ સાથે નિશ્ચિત રૂપથી PUBGના પુનરાગમનની આશા વધી ગઈ છે.


Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube