પબજી ગેમના ચાહકો માટે ખુશખબર, ભારતમાંથી PUBG Mobile પર હટી શકે છે પ્રતિબંધ
બ્લૂ હોલ સ્ટૂડિયોના એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહી છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે હાલમાં પોપ્યુલર બેટલ ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પબજી ફેન્સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studioની પ્રોડક્ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્લૂ હોલ સ્ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.
રિલાયન્સ જીયોને મળી શકે છે ડિસ્ટ્રિબ્યૂશન
બ્લૂ હોલ સ્ટૂડિયોએ એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
ચાઇનીઝ એપ પર સરકારનો પ્રહાર
સરકારે એપ્સ બેન કરવાના આદેશમાં જણાવ્યું છે કે એપ્સ તરફથી કલેક્ટ અને શેર કરવામાં આવી રહેલ ડેટા યૂઝર્સની સાથે-સાથે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. બેન કરવામાં આવેલ 118 એપ્સમાં ઘણા જાણીતા નામ સામેલ છે. લૉકડાઉન દરમિયાન પોપ્યુલર થયેલ લૂડો અને કેરમ જેવી ગેમ્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લિસ્ટમાં લૂડો ઓલ સ્ટાર અને લૂડો વર્લ્ડ-લૂડો સૂપરસ્ટાર સિવાય ચેસ રસ અને કેરમ ફ્રેન્ડ્સ પણ સામેલ છે.
14 ઓક્ટોબરે OnePlus 8T થઇ શકે છે લોન્ચ, આ હોઇ શકે છે ખૂબીઓ
ટિકટોક પર પણ લાગી ચુક્યો છે પ્રતિબંધ
આ પ્રથમવાર નથી જ્યારે સરકારે ચાઇનીઝ એપ્સ પર બેન લગાવ્યો છે. સૌથી પહેલા કંપની 59 ચીની એપ્સ પર બેન લગાવી ચુકી છે. તેમાં પોપ્યુલર શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક સામેલ હતું. છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે. આ કારણે સરકારે એપ્સ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube