14 ઓક્ટોબરે OnePlus 8T થઇ શકે છે લોન્ચ, આ હોઇ શકે છે ખૂબીઓ
Trending Photos
નવી દિલ્હી: વનપ્લસ 8ટી (OnePlus 8T) સ્માર્ટફોન હવે 14 ઓક્ટોબરને લોન્ચ થઇ શકે છે. વનપ્લસ 8ટીમાં નવી પ્રકારનો કેમેરા સેટઅપ થઇ શકે છે. વનપ્લસ 8ટી સ્માર્ટફોનમાં સ્નૈપડ્રગન 865 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 8ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS 11 પર કામ કરી શકે છે.
વનપ્લસ 8ટી (OnePlus 8T) સ્માર્ટફોનમાં 45,00 એમએએચની બેટરી સાથે 65 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. જોકે વનપ્લસ તરફથી લોન્ચ ઇવેન્ટને લઇને અત્યારે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. કોરોના સંકટૅને જોતાં અંદાજો લગાવી શકાય છે કે વનપ્લસ પોતાની આગામી ઇવેન્ટને પણ વર્ચુઅલી આયોજિત કરશે.
તાજેતરમાં જ અમે વનપ્લસ 8ટી (OnePlus 8T)ના કથિત રેન્ડરને જોયું જે ફોનના ડિઝાઇનને દૂર કરે છે. આ હેન્ડસેટ સામેથી વનપ્લસ 8 જેવો જ હોઇ શકે છે પરંતુ પાછળથી સેમસંગ સ્માર્ટફોન જેવો હોઇ શકે છે. વનપ્લસ 8ટી (OnePlus 8T) માં વનપ્લસ 8 (OnePlus 8) સીરીઝની તુલનામાં કંપની આ અલગ કેમેરા મોડ્યૂલ રજૂ કરી શકે છે. સેલ્ફી તથા વીડિયો કોલિંગ વનપ્લસ 8ટી (OnePlus 8T) ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે, જોકે હોલ-પંચ કટઆઉટ સાથે સ્ક્રીનના ઉપર જમણી તરફ હશે.
તાજેતરમાં ફોનના રેન્ડર્સ સાથે સ્પેસિફિકેશન લીક થયા હતા. લીક્સના અનુસાર વનપ્લસ 8ટી (OnePlus 8T) ના ફોનમાં 6.55 ઇંચ ડિસ્પ્લે સાથે ફૂલ એચડી+ ડિસ્પ્લે હશે જેનું રિફ્રેશ રેટ 120 હર્ટઝ હશે. હેન્ડસેટમાં સ્નૈપડ્રૈગન 865+પ્રોસેસર અને 8જીબી તથા 12જીબી રેમ સાથે 128 જીબી તથા 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી શકે છે.
વનપ્લસ 8ટી (OnePlus 8T) માં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 16 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ, 5 મેગાપિક્સલ મૈક્રો અને 2 મેગાપિક્સલ પોર્ટ્રેટ સેન્સર થઇ શકે છે. હેન્ડસેટમાં આગળ તરફ સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરા હશે. જેમ કે અમે જણાવ્યું કે હેન્ડસેટમાં એક રીડિઝાઇન કેમેરા મોડ્યૂલ હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે