120 km માઇલેજ આપનાર ETRYST 350 ઓગસ્ટમાં થશે લોન્ચ, કિંમત બુલેટ કરતાં પણ ઓછી
PURE EV એ પોતાના એક નિવેદનમાં કહ્યું કે તે માર્ચ 2021ના અંત સુધી 50 ડેમો વાહનને આખા ભારતમાં ઉપલબ્ધ કરાવશે જેથી લોકો તેની ટેસ્ટ ડ્રાઇવ લઇ શકે.
નવી દિલ્હી: આઇઆઇટી હૈદ્રાબાદ દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ પ્યોર ઇવી (PURE EV) એ ગુરૂવારે કહ્યું કે તે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પોતાની પહેલી ઘરેલૂ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ETRYST 350 ને લોન્ચ કરશે. કંપની હૈદ્રાબાદ સ્થિત ટેક્નિકલ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવેલી ETRYST 350 માં 3.5 KWH બેટરી છે. જેની ટોપ સ્પીડ 85 kmph અને આ સિંગલ ચાર્જ પર 120 કિલોમીટરની રેંજ પુરી પાડે છે.
PURE EV એ પોતાના એક નિવેદનમાં કહ્યું કે તે માર્ચ 2021ના અંત સુધી 50 ડેમો વાહનને આખા ભારતમાં ઉપલબ્ધ કરાવશે જેથી લોકો તેની ટેસ્ટ ડ્રાઇવ લઇ શકે. લોન્ચ પ્રોગ્રામ વિશે જણાવતાં કંપનીએ કહ્યું કે ETRYST 350 15 ઓગસ્ટના રોજ રોડ પર આવશે તેની કિંમત ભારતીય બજારમાં હાલના સમાન પિકઅપ અને પાવરવાળી પારંપારિક મોટરસાઇકલની તુલનમાં વ્યાજબી હશે.
શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ
આ ઇલેક્ટ્રિક બાઇક પહેલાં બેંગલુરૂ, હૈદ્રાબાદ અને પૂણેમાં લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ તેને 2021ના અંત સુધી અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ હાલમાં સમગ્ર દેશમાં 100 ટચ પોઇન્ટ્સ છે અને કંપની તેનો વિસ્તાર કરવાની પણ યોજના બનાવી રહી છે.
Electric Car: Tata Nexon ને ટક્કર આપશે MG ની નવી ઇલેક્ટ્રિક કાર, આવતીકાલે થશે લોન્ચ
PURE EV ના સંસ્થાપક અને એસોસિએટ પ્રોફેસર, ડિપાર્ટમેંટ ઓફ મિકેનિકલ એન્ડ એયરોસ્પેસ એન્જિનિયરિંગ આઇઆઇટી હૈદ્રાબાદ નિશાંત ડોંગરીએ કહ્યું કે કંપની યૂથ સેગમેંટ અને તે ગ્રાહકોને ટાર્ગેટ કરે છે જે વ્યાજબી ભાવમાં હાઇ પર્ફોમન્સ ઇલેક્ટ્રિક મોટરસાઇકલને શોધી રહી છે. પ્યોર ઇવીએ કહ્યું કે તે ETRYST 350 ની ઇન હાઉસ ડિઝાઇન બેટરી માટે પાંચ વર્ષની વોરન્ટી આપશે. નેપાળને તે પોતાના વાહનો નિર્યાત શરૂ કરવાની જાણકારી આપતાં PURE EV એ કહ્યું કે તે સાઉથ એશિયા અને સાઉથ ઇન્ટ એશિયન દેશોમાં પણ નિર્યાતની સંભાવના શોધી રહી છે. કંપનીની યોજના ભવિષ્યમાં પોતાનો વિસ્તાર સાઉથ અમેરિકા અને આફ્રીકા સુધી કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube