લોન્ચ થયો Realme 3 સ્માર્ટફોન, આ રીતે મેળવી શકો છો મફતમાં, જાણો શું કરવું પડશે
તમે અત્યાર સુધી જાણી ચૂક્યા હશો કે ચીની મોબાઇલ ફોન વેચનાર કંપની ઓપ્પોની સહાયક બ્રાંડ રીયલમીએ નવા સ્માર્ટફોન Realme 3 ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 12 માર્ચના રોજ બપોરે 12 વાગે શરૂ થશે. પરંતુ તમને અહીં જણાવી દઇએ કે તમે આ સ્માર્ટફોનને મફતમાં ઘરે લાવી શકો છો. તેના માટે તમારે કેટલીક પહેલ કરવી પડશે.
Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે
તમારે આ કરવું પડશે
રીયલમીએ જોકે બૈટલગ્રાઉંડ ગેમ ‘Free Fire’ની સાથે ભાગીદારી કરી છે. જો તમે આ ગેમ રમો છો તો તમારી પાસે 31 માર્ચ સુધી આ નવા અને ખાસ સ્માર્ટફોન Realme 3 જીતવાની શાંદાર તક છે. તેના માટે તમારે કોન્ટેસ્ટમાં ભાગ લેવો પડશે અને ગેમ જીતવી પડશે. ‘Free Fire’ ગેમ PUBG જેવી છે. આ ગેમમાં 50 પ્લેયર્સને એક દ્વીપમાં લડવા માટે મોકલવામાં આવે છે જેમાં અંત સુધી જીવિત રહેનાર પ્લેયર ગેમ જીતે છે.
ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત
આ સ્માર્ટફોન સાથે છે સીધો મુકાબલો
રીયલમીના સોમવારે લોન્ચ થયેલા આ સ્માર્ટફોનનો સીધો મુકાબલો શાઓમીના Redmi Note 7, સેમસંગ M20 અને ઓનર 8C સાથે થશે. Realme 3 ના બે વેરિએન્ટમાં લોન્ચ થશે. તેના શરૂઆતી મોડલમાં 3જીબી રેમ સાથે 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે જેની કિંમત 8999 રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરિએન્ટમાં 4જીબી રેમ સાથે 64જીબી સ્ટોરેજ આપવામાં આવી છે જેની કિંમત 10999 રૂપિયા છે.