ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત

Updated By: Mar 5, 2019, 10:23 AM IST
ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની બીજી પ્રદર્શની 'ઇ-વ્હીકલ શો'નું આયોજન દિલ્હીમાં 22 માર્ચના રોજ શરૂ થશે. આ એક્સપોમાં ટાટા, મહિંદ્વા, કાઇનેટિક, ઓકાયા, બોશ અને અશોક લેલેંડ જેવી મુખ્ય કંપનીઓ પોતાના ઇ-વાહન સાથે સંકળાયેલા ઉત્પાદનો રજૂ કરશે. આયોજકોએ સોમવારે એક વિજ્ઞપ્તિમાં જાણકારી આપી છે કે આ બીજો ઇ-વાહન એક્સપોનું આયોજન દિલ્હીના ઓખલા સ્થિત એનએસઆઇસી પ્રદર્શની પરિસરમાં 22 થી 24 માર્ચ સુધી થશે. આ એક્સપોનું આયોજન બીવી ટેક એક્સપો ઇન્ડિયા કરી રહી છે. ઇ-વાહન વિનિર્માતાઓ સંઘ 'સોસાયટી ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિકલ્સ એક્સપોના આયોજનમાં સહયોગ કરી રહી છે. 

કારો પર હવે મળશે બંપર Subsidy, મોદી સરકારે આપી આ યોજનાને મંજૂરી

સારી બેટરી ટેક્નોલોજી રજૂ કરવામાં આવશે
કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર અનુપ્રીત સિંહ જગ્ગીએ કહ્યું કે 'આ એક્સપોમાં ટાટા, મહિંદ્વા, કાઇનેટિક, ઓકાયા, અશોક લેલેંડ, બોશ, એસ્સેલ, ઇન્ડિયન ઓઇલ, ઝી ગ્રુપ સહિત ઘણી અન્ય ઇલેક્ટ્રિક દ્વિચક્રી, ત્રિચક્રી અને ફોર વ્હીલર વાહન નિર્માતા કંપનીઓ પોતાની નવી ટેક્નોલોજી અને સારી બેટરી ટેક્નોલોજી રજૂ કરશે. તો બીજી તરફ ઘણી કંપનીઓ પોતાના નવા ઉત્પાદનને લઇને આવશે.

'ફેમ યોજના'ના બીજા તબક્કાને મંજૂરી
ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે તાજેતરમાં જ 'ફેમ ઇન્ડિયા'ના બીજા તબક્કાને મંજૂરી આપી છે. તેનું લક્ષ્ય દેશની ઇંધણ આયાત નિર્ભરતા અને પ્રદૂષણની સમસ્યાને ઓછું કરવા માંગે છે. જગ્ગીએ કહ્યું કે આ એક્સપોનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનો વિશે જાગૃત કરવાનો છે. સાથે-સાથે લોકોને ઇ-રિક્શા, ઇ-બાઇક, ઇ-ઓટો જેવા ઇલેક્ટ્રિક વાહનોના માધ્યમથી વ્યવસાય વધારવાની દિશામાં આગળ વધવું અને વધારવાનો છે.