Apple એરપોડ્સની ટક્કરમાં ઉતરી રહી છે Realme બડ્સ
હવે વાયરલેસ એરબડ્સની મજા પણ ઉઠાવી શકશો. એપ્પલના પોપુલર વાયરલેસ એરપોડ્સને ટક્કર આપવા માટે રિયલમી બડ્સ 17 ડિસેમ્બરના રોજ લોન્ચ થવા જઇ રહ્યા છે. ચીની કંપનીએ આ પ્રોડક્ટની કિંમત ખૂબ વ્યાજબી હશે એવા અણસાર છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાયરલેસ એરપોડ્સમાં જોરદાર મુકાબલો થશે.
નવી દિલ્હી: હવે વાયરલેસ એરબડ્સની મજા પણ ઉઠાવી શકશો. એપ્પલના પોપુલર વાયરલેસ એરપોડ્સને ટક્કર આપવા માટે રિયલમી બડ્સ 17 ડિસેમ્બરના રોજ લોન્ચ થવા જઇ રહ્યા છે. ચીની કંપનીએ આ પ્રોડક્ટની કિંમત ખૂબ વ્યાજબી હશે એવા અણસાર છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાયરલેસ એરપોડ્સમાં જોરદાર મુકાબલો થશે.
બિલકુલ એપ્પલ એરપોડ્સની માફક છે નવી પ્રોડક્ટ
કંપની દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોતાં લાગી રહ્યું છે કે રિયલમી બડ્સ એકદમ એપ્પલના એરપોડ્સની માફક છે. જોકે ચીની ઉત્પાદમાં પોડ્સને ટચ સેન્સરથી સજ્જ કરવામાં આવ્યા છે. આ પોડ્સને ટચ કરતાં જ ગીત બંધ અથવા ચલાવવાની સુવિધા હશે. આ ઉપરાંત સાઉન્ડ ક્વોલિટીને લઇને પણ કંપની ખૂબ પ્રચાર કરી રહી છે.
વાયરલેસ ચાર્જિંગની હશે સુવિધા
એપ્પલ એરપોડ્સ જ્યાં એક વાયર દ્વારા ચાર્જ થાય છે. રિયલમીનો દાવો છે કે તેમની નવી પ્રોડક્ટ વાયરલેસ ચાર્જિંગ ફીચરથી સજ્જ હશે. તેને ચાર્જિંગ પોઇન્ટ પાસે રાખીને પ્લગ કર્યા વિના પણ ચાર્જ કરી શકાશે.
ફાસ્ટ કનેક્ટિંગ વિથ ફોન
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે ફક્ત એરબડ્સને ઓન કરતાં જ એકદમ ઝડપી આ ફોન વડે કનેક્ટ કરી શકાય છે. જોકે જાણકારો જણાવી રહ્યા છે કે ફાસ્ટ કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની પ્રોડક્ટમાં R1 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ક્વિક કનેક્ટિવિટીમાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube