રિયલમી

Realme 7i થયો લોન્ચ, 4+ 64GB વેરિએન્ટની કિંમત છે 11,999 રૂપિયા

સ્માર્ટફોન બ્રાંડ રિયલમીએ પોતાના લોકપ્રિય રિયલમી 7 સીરીઝના Realme 7i ને બુધવારે ભારતમાં લોન્ચ કરી દીધો છે. Realme 7i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ, એક હાઇ રિફ્રેશ રેટ સ્ક્રીન અને એક ઓક્ટાકોર પ્રોસેસર છે. આ એક સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફીગ્રેશન અને બે કલર ઓપ્શનમાં આવશે. 

Oct 7, 2020, 04:18 PM IST

ભારતમાં આવતીકાલે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન Poco C3, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi સબ-બ્રાંડ પોકો ભારતમાં પોતાનો નવો ફોન Poco C3 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન ભારતમાં 6 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગે લોન્ચ કરવામાં આવશે. Xiaomi એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોનના લોન્ચિંગ વિશે જાણકારી શેર કરી છે. 

Oct 5, 2020, 05:35 PM IST

આવતીકાલે Realme લોન્ચ કરશે સસ્તો સ્માર્ટફોન Narzo 20, જાણો કિંમત અને ફીચર્સ

પ્રાપ્ત માહિતી અનુસાર કંપની આ સીરીઝ હેઠળ Realme Narzo 20 Pro, Narzo 20A, અને Realme Narzo 20 ને લોન્ચ કરશે. આ ત્રણ ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ રિયલમી UI 2.0 સાથે આવશે.

Sep 20, 2020, 08:33 PM IST

માત્ર 3 મિનિટમાં વેચાઇ ગયા 70 હજાર ફોન, લાંબા સમયથી લોકોને હતો ઇંતઝાર

રિયલમી કંપનીએ પોતાના ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે સેલ ખુલતાં જ ત્રણ મિનિટમાં તેમના તમામ ફોન વેચાઇ ગયા. કંપનીએ પહેલાં તબક્કામાં 70,000 ફોન વેચવાનો ટાર્ગેટ મુક્યો હતો.

May 19, 2020, 10:53 AM IST

આજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ

Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે.

Jan 9, 2020, 03:07 PM IST

Apple એરપોડ્સની ટક્કરમાં ઉતરી રહી છે Realme બડ્સ

હવે વાયરલેસ એરબડ્સની મજા પણ ઉઠાવી શકશો. એપ્પલના પોપુલર વાયરલેસ એરપોડ્સને ટક્કર આપવા માટે રિયલમી બડ્સ 17 ડિસેમ્બરના રોજ લોન્ચ થવા જઇ રહ્યા છે. ચીની કંપનીએ આ પ્રોડક્ટની કિંમત ખૂબ વ્યાજબી હશે એવા અણસાર છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાયરલેસ એરપોડ્સમાં જોરદાર મુકાબલો થશે. 

Dec 17, 2019, 04:31 PM IST

લોન્ચિંગ પહેલાં અહીં જાણો Realme X2 ની ભારતમાં કિંમત! 17 ડિસેમ્બરના રોજ થશે લોન્ચ

રિયલમી પોતાના નવા સ્માર્ટફોન Realme X2 ને ભારતમાં આજે (17 ડિસેમ્બર)એ લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચિંગ પહેલાં આ સ્માર્ટફોનની કિંમત લીક થઇ ગઇ છે. ટેલિકોમ ટોકના સમાચાર અનુસાર મંગળવારે લોન્ચ થનાર સ્માર્ટફોન રિયલમી એક્સ2ની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થશે. સમાચારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ થશે.

Dec 17, 2019, 09:06 AM IST

Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્લૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટની સાથ આવે છે. ફોનનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે.

Oct 21, 2019, 03:05 PM IST

64MP વાળો Realme X2 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી છે. તેમાં સેમસંગના GW1 સેન્સરવાળા 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 8 મેગાપિક્સલ ટર્શિઅરી કેમેરા અને એક 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે.

Oct 15, 2019, 03:37 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ

સ્માર્ટફોન કંપનીઓ સતત પોતાના ફોન્સ અને કોમ્પોનેન્ટ અપગ્રેડ કરી રહ્યા છે. ફોનમાં કેમેરા એક એવું કોમ્પોનેટ છે જેના પર કંપનીઓ ધ્યાન આપે છે. હાલમાં સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર ખૂબ ટેંડ કરી રહ્યા છે. આગામી દિવસો આપણને સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર (Smartphone With 108MP Camera) જોવા મળી શકે છે. 

Jul 18, 2019, 04:14 PM IST

Realme એ લોન્ચ કર્યા બે નવા સસ્તા સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

સ્માર્ટફોન બનાવનાર અગ્રણી કંપની રિયલમી (Realme) એ પોતાના બે નવા સ્માર્ટફોન રિયલમી એક્સ (Realme X) અને રિયલમી 3આઇ (Realme 3i)ને લોન્ચ કર્યા છે. રિયલમી એક્સ કંપનીનો પહેલો પોપઅપ કેમેરાવાળો ફોન છે. રિયલમી એક્સની ડિઝાઇન ગ્રાહકોને લેટેસ્ટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ ટેક્નોલોજી સાથે સૌથી વ્યાજબી, ટ્રુ ફુલ-વ્યૂ આપવા માટે વિકસિત કરવામાં આવ્યો છે. તેમાં સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર અને 3765 mAhની બેટરી છે. તેમાં 20 વોતની વીઓઓસી 3.0 ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી છે. 

Jul 16, 2019, 04:36 PM IST

લોન્ચ પહેલાં Realme 3 Pro માટે શરૂ થશે Blind Order, આ રીતે કરો રજિસ્ટર્ડ

Realme કંપની ભારતમાં 22 એપ્રિલના રોજ Realme 3 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન વિશે અમે તેની લીક થયેલી લીક્સ જાણકારી આપી છે. હવે કંપનીએ આ ફોન માટે લોન્ચ પહેલાં જ પ્રી-ઓર્ડર અથવા  Blind Order સેલ આયોજિત કરવાની જાહેરાત કરી છે. આ સેલ 19 એપ્રિલના રોજ થશે. Realme 3 Pro ભારતીય માર્કેટમાં Xiaomi Redmi Note 7 Pro ને આકરી ટક્કર આપી શકે છે. આ ફોન પ્રીમિયમ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જો તમે આ ફોન માટે Blind Order કરવા માંગો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટ realme.com પર જઇ શકે છે.  

Apr 18, 2019, 12:07 PM IST

નોઈડામાં તૈયાર થઇ રહ્યો છે Samsung નો નવો ફોન, કિંમતમાં Xiaomi ને આપશે ટક્કર

ભારતના સ્માર્ટફોન બજારમાં હાલ હાર્ડવેર અને સોફ્ટવેર બંને સ્તરો પર ખૂબ મંથન ચાલી રહ્યું છે. જોકે, આ મહિને સેમસંગની એમ-સીરીઝના ડિવાઇસમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યા છે. આ ફેરફાર વ્યાજબી અને મધ્યમ સ્તરની કિંમતોના સેગમેંટ જ્યાં ચીની કંપનીઓના સ્માર્ટફોનની બોલબાલા છે ત્યાં સેગમેંટની ફરીથી નવી પરિભાષા રચી શકે છે. ભારતમાં પોતાની મહત્વપૂર્ણ હાજરી નોંધાવનાર દિગ્ગજ કંપની સેમસંગ બે સ્માર્ટફોન લોંચ કરવા જઇ રહી છે, જેમાં એમ-10 (M-10)ની કિંમત લગભગ 9,500 રૂપિયા અને એમ-20 (M-20) ની કિંમત લગભગ 15,000 રૂપિયા હોઇ શકે છે. આ બંને ફોન ફિન ઇનફિનિટી-વી ડિસ્પ્લેથી સજ્જ હશે, જો આ સેગમેંટમાં આ પહેલાં દેખાયો નથી.

Jan 8, 2019, 04:05 PM IST

આ સ્માર્ટફોને ઓનલાઇન વેચાણમાં માચાવી ધમાલ, 40 દિવસમાં વેચાયા 10 લાખ ફોન

સ્માર્ટફોન બ્રાંડ રીયલમીએ ફ્લિપકાર્ટ(Flipkart)પર ‘બિગ બિલિયન ડે’સેલ દરમિયાન 10 લાખ સ્માર્ટફોન વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ હેન્ડસેટ ઓક્ટોબરમાં ત્રીજા સપ્તાહમાં ફરીથી વેચાય તેવી શક્યતાઓ છે.

Oct 16, 2018, 04:13 PM IST