નવી દિલ્હીઃ ચીની કંપની Realme ભારતમાં 25 મેએ સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. આ સાથે કંપની એક સ્માર્ટ વોચ પણ લઈને આવી રહી છે. પ્રથમવાર ભારતીય માર્કેટમાં સ્માર્ટ ટીવી અને સ્માર્ટ વોચના સેગમેન્ટમાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realmeએ હવે Realme TV માટે એક ડેડિકેટેડ માઇક્રોસાઇટ તૈયાર કરી છે. અહીં આવનારા સ્માર્ટ ટીવી વિશે જાણકારીઓ લખી છે. આ ટીવીમાં MediaTekનું પ્રોસેસર હશે, ડોલ્બી ઓડિયા ટ્યૂન્ડ સ્પીકર્સ હશે. પરંતુ કંપનીએ કહ્યું કે, વધુ જાણકારી 25 મેએ મળશે. 


ટીવી માટે ખાસ બનાવવામાં આવેલી આ વેબસાઇટ પ્રમાણે તેમાં સેગમેન્ટનું પ્રથમ 64 બિટ મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ક્વોડકોર પ્રોસેસર છે જેમાં ARM Cortex-A53 જીપીયૂ અને Mali-470 GPU આપવામાં આવ્યા છે. 


ડિઝાઇનની વાત કરીએ તો રિયલમી ટીવી બેજલથી લેસ હશે, જે રીતે શાઓમી અને બીજી કંપની આ દિવસોમાં વેચી રહી છે. કંપનીએ કહ્યું કે, તેમાં ક્રો બૂસ્ટ પિક્ચર એન્જીન આપવામાં આવ્યું છે જે 400 નિટ્સ સુધીની બ્રાઇટનેસ આપી શકે છે. કંપનીએ કહ્યું કે, આ ટીવી આ સેગમેન્ટમાં બીજા ટીવીના મુકાબલે 20 ટકા વધુ બ્રાઇટનેસ આપશે. 


રિયલમી ટીવીની સાથે 24Wના સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવશે જે ચાર હશે. એક તરફ બે સ્પીકર આપવામાં આવી શકે છે. જે રીતે કંપની તેને સેગમેન્ટમાં પ્રથમ જણાવી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે તેની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયત્ન કરશે. 


આગામી મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે શાઓમીનું  Redmi લેપટોપ


કંપનીએ કહ્યું કે, Realme Smart TVને વોયસ કમાન્ડ દ્વારા પણ ચલાવી શકાશે. તેમાં તેમાં ગૂગલ આસિસ્ટેન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે તમે બોલીને ટાસ્ક પરફોર્મ કરાવી શકો છો. 


Realme TV માં Android 9 Pie બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. અહીં ગૂગલ પ્લે દ્વારા એપ્સ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. કંપની તેની સાથે Amazon Prime Video અને Netlfix નો પણ સપોર્ટ આપી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube