જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો છો તો તમારા માટે એક ખાસ સ્માર્ટફોન 5 ડિસેમ્બરને ઉપલબ્ધ થશે. શાનદાર ફીચરથી સજ્જ નવા સ્માર્ટફોન Realme U1નું વેચાણ Amazon.in અને Realme.com પર બુધવારે 12:00 વાગે થશે. આ સેલ્ફી પ્રો સ્માર્ટફોન સારી ડિઝાઇન અને ફીચરની સાથે બજારમાં દસ્તક આપશે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સેલ્ફી આધારિત ફોન છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત


કેશબેકનો પણ ફાયદો
જ્યારે તમે આ ફોનને ઉપયુક્ત પ્લેટફોર્મ પર ખરીદશો તો તમારા પાંચ ટકાનું કેશબેક પણ મળશે. પરંતુ આ ઓફર ફક્ત ખાસ ગ્રાહકોને મળશે, જેની પાસે SBIનું ક્રેડિટ કાર્ડ હશે. પહેલીવાર મીડિયાટેક હેલિયો પી70 પ્રોસેસરથી સજ્જ આ સ્માર્ટફોન નો કોસ્ટ EMI પર ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોન એમ્બિબિયસ બ્લેક અને બ્રેવ બ્લૂ રંગોમાં ઉપલબ્ધ હશે. ફિયરી ગોલ્ડ રંગમાં આ ફોન નવા વર્ષમાં ઉપલબ્ધ થશે. 

ભારતમાં આજે લોંચ થઇ રહ્યો છે Oppo R17, આ છે ફીચર્સ અને ખાસિયત


સેલ્ફી કેમેરા છે દમદાર
Realme U1 સ્માર્ટફોનમાં AI 25MP સેલ્ફી પ્રો ફંટ કેમેર છે. આ સોનીના IMX576 લાઇટ સેંસર ટેક્નિકથી સજ્જ છે. રીયલમી ઇન્ડિયાના સીઈઓ માધવ સેઠે મંગળવારે કહ્યું કે તાજેતરમાં સીએમઆરના એક રિપોર્ટમાં આપણે આ જાણીને ખુબ ખુશી થઇ કે રીયલમીને ચાહનારાઓની સંખ્યા 30 લાખથી પણ વધુ છે. આ નવો સ્માર્ટફોન ગ્રાહકોની આશા પર ખરો ઉતરશે. 

જાણો શું છે Truecaller Pay ની ખાસિયત, કેવી રીતે કામ કરે છે આ Payment App


Realme U1 આ છે ખાસ
કિંમત- 11,999 રૂપિયાથી શરૂ
6.3 ઇંચ ફૂલએચડી પ્લસ ડ્યૂડ્રોપ સ્ક્રીન છે
રાત્રે પણ શાનદાર સેલ્ફી ખેંચે છે
ઓક્ટા-કોર સીપીયૂ અને માલી-જી 72 એમપી3 જીપીયૂ લાગેલ છે બે પ્રદર્શન સારું બનાવે છે
બેટરી 3500 એમ્પીયર લાગેલ છે, જેથી બેટરી બેક અપ સારું છે. 
આ સ્માર્ટફોન 3જીબી+32 જીબી અને 4 જીબી+64 જીબીમાં ઉપલબ્ધ છે