લોન્ચિંગ પહેલાં અહીં જાણો Realme X2 ની ભારતમાં કિંમત! 17 ડિસેમ્બરના રોજ થશે લોન્ચ
રિયલમી પોતાના નવા સ્માર્ટફોન Realme X2 ને ભારતમાં આજે (17 ડિસેમ્બર)એ લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચિંગ પહેલાં આ સ્માર્ટફોનની કિંમત લીક થઇ ગઇ છે. ટેલિકોમ ટોકના સમાચાર અનુસાર મંગળવારે લોન્ચ થનાર સ્માર્ટફોન રિયલમી એક્સ2ની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થશે. સમાચારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ થશે.
નવી દિલ્હી: રિયલમી પોતાના નવા સ્માર્ટફોન Realme X2 ને ભારતમાં આજે (17 ડિસેમ્બર)એ લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચિંગ પહેલાં આ સ્માર્ટફોનની કિંમત લીક થઇ ગઇ છે. ટેલિકોમ ટોકના સમાચાર અનુસાર મંગળવારે લોન્ચ થનાર સ્માર્ટફોન રિયલમી એક્સ2ની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થશે. સમાચારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ થશે. જે 8જીબી રેમ વેરિએન્ટ સુધી હશે. સમાચારમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે Realme X2 સ્નૈપડ્રૈગન 730G ચિપસેટની સાથે 20,000 રૂપિયામાં આવનાર આ પહેલો ફોન હોઇ શકે છે.
Realme X2 ના બેસ વેરિએન્ટમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ હશે, જ્યારે 8GB + 128GB સ્ટોરેજની કિંમત 20,999 રૂપિયા હશે. હંમેશાની માફક Realme X2 ભારતીય બજારમાં Flipkart પરથી ખરીદી શકાશે. પ્રથમ સેલ 20 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે શરૂ થશે. Realme X2 સ્માર્ટફોન કંપનીના એક સ્માર્ટફોન Realme XT ની નેકસ્ટ એડિશન હશે. તેમાં 64MP ક્વાડ-કેમેરા સેટઅપ હશે.
Xiaomi Redmi K20 સાથે થશે, જેની શરૂઆતી કિંમત 19,999 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે Realme X2 સ્માર્ટફોન ચીનમાં ત્રણ મહિના પહેલાં જ ઉપલબ્ધ છે. સમાચારો અનુસાર લોન્ચિંગ સાથે આ ફોન પર નો કોસ્ટ ઇએમઆઇ અને બીજી સુવિધાઓનો પણ ફાયદો લઇ શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube