નવી દિલ્હી: ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના નવા સ્માર્ટફોન Redmi Note 7 અને Redmi Note 7 Proનો સેલ આજે થશે. બંને ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, એમઆઇ ડોટ કોમ અને એમઆઇ હોમ સ્ટોરના માધ્યમથી કરવામાં આવશે. બંને સ્માર્ટફોનને કંપનીએ ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ કર્યા હતા અને તેનો પહેલો સેલ માર્ચમાં થયો હતો. Redmi Note 7 Pro ની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ફોનની દિવાનગીનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે પહેલા સેલ દરમિયાન તેના 2 લાખથી વધુ યુનિટ વેચાયા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi એ લોંચ કર્યું 43 અન 55 ઈંચવાળુ Mi TV, મોબાઈલ જેટલી છે કિંમત


બંને ફોનની કિંમત
રેડમી નોટ 7 પ્રોની કિંમત 19,999.99 રૂપિયા છે. તેના 4GB/ 64GB વાળા મોડલનું વેચાણ કંપની 13,999 રૂપિયામાં અને 6GB/ 128GB વાળા વેરિએન્ટનું વેચાણ 16,999 રૂપિયામાં કરી રહી છે. ફોન બ્લૂ, નેબુલા રેડ અને સ્પેસ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. બીજી તરફ રેડમી નોટ 7 નું 3GB/ 32GB વાળું વેરિએન્ટ 9,999 રૂપિયામાં અને 6GB/ 64GB 11,999 રૂપિયામાં મળશે. આ ફોન Onyx બ્લેક, રૂબી રેડ અને સફાયર બ્લૂ કલરમાં મળશે.
13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ


આ સેલમાં ઓફર્સની ભરમાળ
ફોનને આજના સેલમાં ખરીદનારા ગ્રાહકોને કંપની દ્વારા ઘણી બધી સારી ઓફર આપવામાં આવી રહી છે. સેલ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ બંને ફોન ખરીદતાં ગ્રાહકોને 1120 GB સુધીનો હાઇ-પીડ ડેટા ફ્રીમાં મળશે. આ ઉપરાંત યૂજર્સને એરટેલ દ્વારા અનલિમિટેડ કોલિંગ અને એરટેલ થેક્સ બેનિફિટ મળી રહ્યો છે. રિલાયન્સ જિયો (Reliance Jio) યૂજર્સ આ ફોન ખરીદે છે તો તમને જિયો નંબર પર 198 રૂપિયાના રિચાર્જ પર ડબલ ડેટા મળશે. 

પૈસા ખર્ચ કર્યા વિના પોતાના ગામમાં ખોલી શકો છો Mi Store, કરવું પડશે એક નાનકડું કામ


બંને ફોનના સ્પેસિફિકેશન
રેડમી નોટ 7 માં 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત વોટરડ્રોપ નોચ આપવામાં આવી છે. ફોનમાં 4,000 mAh ની દમદાર બેટરી છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર છે. ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 32 GB અને 64 GBના બે ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોનમાં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો રિયર કેમેર સાથે 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. 

Xiaomiએ લોન્ચ કર્યાં એકદમ સસ્તા સ્માર્ટ ટીવી, સુપર્બ ફીચર્સ અને કિંમત માટે કરો ક્લિક


Redmi Note 7 Pro ના સ્પેશિફિકેશન
રેડમી નોટ 7 પ્રોમાં 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. નવો સ્માર્ટફોન બિલકુલ નવી 'Aura Design' ની સાથે આવ્યો છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 675 ઓક્ટા-કોર પ્રોસેસર છે. ફોનનું સૌથી મોટું આકર્ષક ફીચર તેમાં 48 મેગાપિકલનો કેમેરા છે. જેમાં Sony IMX586 ઇમેજ સેંસર લાગેલું છે. આ ઉપરાંત તેમાં 5MP ડેપ્થ સેંસર છે. સેલ્ફી માટે ફોનમાં 13 MP નો ફ્રંટ કેમેરા છે. ફોનમાં 4,000 mAh ની દમદાર બેટરી છે.