શાઓમી

48MP કેમેરાવાળો Redmi K20 આ તારીખે થશે લોન્ચ, જાણો તેની અન્ય ખૂબીઓ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) ચીનમાં પોતાના નવા સ્માર્ટફોન 'Redmi K20' લોન્ચ કરવાની છે. 'સ્નૈપડ્રૈગન 855' પ્રોસેસરવાળા સ્માર્ટફોન 28 મેના રોજ લોન્ચ થશે. કંપનીએ સોમવારે તેની લોન્ચની તારીખની પુષ્ટિ કરતાં સત્તાવાર ટીઝર લોન્ચ કર્યું. 'Redmi K20' ને ચીનની સાથે ભારતમાં પણ લોન્ચ કરી શકાય છે. 

May 21, 2019, 03:58 PM IST

48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં Redmi Note 7S લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા છે. 23 મેથી આ સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ હશે. તેના બે મોડલ લોન્ચ કર્યા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા અને 4GB+32GB વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ફોન સફાઇર બ્લૂ, રૂબી રેડ, ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

May 21, 2019, 12:29 PM IST

20 મેએ Xiaomi લોન્ચ કરી રહી છે આ શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરો અને હશે આ ફીચર

Redmi Note 7S એક મિડ બજેટ સ્માર્ટફોન હશે, જેમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરો હશે. 
 

May 18, 2019, 04:04 PM IST

આ દિવસે Xiaomi લોન્ચ કરી રહી છે શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરા અને આ ફીચર્સ

શાઓમી (Xiaomi) ખૂબ જલદી ભારતીય બજારમાં રેડમી S સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. જાણકારી અનુસાર કંપની 20 મેના રોજ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro માફક 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પહેલીવાર Xiaomi એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. 

May 17, 2019, 11:29 AM IST

Xiaomi ની નવી તૈયારી, હવે વેંડિંગ મશીનથી ખરીદી શકશો સ્માર્ટફોન

Xiaomi એ શરૂઆતમાં જ પોતાના નવા અને ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા માર્કેટ ટ્રેંડને બદલવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી દ્વારા ભારતીય બજારમાં તહેલકો મચાવ્યા બાદ હવે Mi Express Kiosk લઇને આવશે. શાઓમીના આ કિયોસ્ક એક વેંડિંગ મશીનની માફક છે. આ વેંડિંગ મશીન દ્વારા શાઓમી હવે પોતાના સ્માર્ટફોનનું વેચાણ કરશે. આ મશીનનો સીધો ગ્રાહકોને ફાયદો થશે. ગ્રાહકોને હવે શાઓમીના ફોન ખરીદવા માટે રિટેલ સ્ટોર અથવા શોરૂમ જવાની જરૂર નહી પડે અને તે સીધા વેંડિંગ મશીન દ્વારા પોતાનો મનપસંદ ફોન ખરીદી શકશે.

May 14, 2019, 10:26 AM IST

Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યો Mi LED Smart Bulb, આ છે ખાસિયત

ચીની ટેક કંપની Xiaomi એ આજે ભારતમાં એક ઇવેંટ આયોજિત કરી હતી. આ ઇવેંટમાં કંપનીએ ત્રણ પ્રોડક્ટ લોન્ચ કરી છે. Redmi Y3, Redmi 7 અને Mi LED સ્માર્ટ બલ્બ. આ સ્માર્ટ બલ્બ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ બેસ્ડ ડિવાઇસને સપોર્ટ કરે છે. કંપનીના અનુસાર આ બલ્બ અમેઝોન એલેક્સા વોઇસ એસિસ્ટેંટથી ઓપરેટ કરી શકાય છે.  

Apr 25, 2019, 11:46 AM IST

Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા

શાઓમી (Xiaomi)નો મોસ્ટ અવેટેડ Redmi Y3 ભારતીય બજારમાં 24 એપ્રિલના રોજ લોન્ચ થવાનો છે. Y સીરીઝના આ ફોનમાં હાઇ-રિઝોલ્યૂશન સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફીના ક્રેજને જોતાં રેડમીએ સેલ્ફી કેમેરાને સ્પેશિયલ ફીચર તરીકે ઉપયોગ કર્યો છે. લીક ટીઝના અનુસાર આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સુપર સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

Apr 15, 2019, 02:42 PM IST

Xiaomi ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં હશે 60 MP કેમેરા, જાણો કેટલી હશે કિંમત

આ વર્ષ સેમસંગ, હુઆવે અને શાઓમી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી (Xiaomi)ના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને કેટલાક નવા ખુલાસા થયા છે. જાણકારી અનુસાર, તેને 2019ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું નામ Mi MIX 4 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 60 મેગાપિક્સલનો શાનદાર કેમેરો ઉપયોગ કરવામાં આવશે. જોકે, સત્તાવાર રીતે તેને લઇને વધુ જાણકારી નથી. 

Apr 15, 2019, 10:15 AM IST

Redmi Note 7 અને રેડમી નોટ 7 પ્રોનો સેલ આજે, ફ્રીમાં મળશે આ બધુ

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)ના નવા સ્માર્ટફોન Redmi Note 7 અને Redmi Note 7 Proનો સેલ આજે થશે. બંને ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, એમઆઇ ડોટ કોમ અને એમઆઇ હોમ સ્ટોરના માધ્યમથી કરવામાં આવશે.

Apr 3, 2019, 11:23 AM IST

Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર

સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ ભારતીય બજારમાં UPI આધારિત મોબાઇલ પેમેંટિગ સેવા લોન્ચ કરી દેવામાં આવી છે. 19 માર્ચના રોજ UPI એ પોતાના બજેટ સ્માર્ટફોન Redmi Go સાથે જ તેને પણ લોન્ચ કરી દેવામાં આવી છે. આ મોબાઇલ પેમેંટિંગ સેવા શરૂ થતાં પહેલાં જ ઉપલબ્ધ Google Pay, Phone Pay, Paytm, Amzon Pay જેવા મોબાઇલ વોલેટ અને પેમેંટિંગ સેવાઓને પડકાર મળશે. Xiaomi એ આ સેવાને લોન્ચ કર્યા બાદ આશ્વસ્ત કર્યું છે કે તે કંઝ્યૂમર ડેટા લોકેલાઇઝેશનની જરૂરિયાતોને પુરી પાડશે. Mi Pay ને ચીનમાં 2016 માં લોન્ચ કરી હતી. ભારતમાં તેની બીટા ટેસ્ટિંગ ગત વર્ષથી જ ચાલી રહી હતી. 

Mar 22, 2019, 10:50 AM IST

Xiaomi RedmiGo: લોન્ચ થયો સસ્તો અને સારો ફોન, 4,999માં મળશે આ ફિચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટફોન રેડમી ગો લોન્ચ કરી દીધો છે. માત્ર 4,999નો આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 425 ચિપથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે જે લોકો બેસિક ફોનથી સ્માર્ટફોન પા સ્વિચ કરવા માંગે છે, તેમના માટે રેડમી ગો એક સારો ઓપ્શન હોઇ શકે છે. રેડમી ગો એક જીબી રેમની સાથે આવે છે અને આ એક એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) ફોન છે.

Mar 20, 2019, 10:48 AM IST

Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન, હશે આટલો સસ્તો

થોડા દિવસો પહેલાં સેમસંગ અને હુઆવે (Huawei)એ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી કોઇપણ મામલે સ્માર્ટફોનની દુનિયામાં પાછળ રહેવા માંગતી નથી. એવામાં ખૂબ જલદી તે પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઘણા મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે Xiaomi જૂન પહેલાં આ સ્માર્ટફોન લોન્ચ કરી આપશે. તમને જણાવી દઇએ કે સેમસંગ અને હુઆવેનો ફોલ્ડેબલ ફોન એકદમ મોંઘો છે. શાઓમીએ ઓછી કિંમતમાં વધુ ફીચરની સ્ટ્રેટજીને અપનાવતાં માર્કેટમાં પોતાની જગ્યા બનાવી છે. એટલા માટે માનવામાં આવ્યું છે કે શાઓમીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ સેમસંગનો મુકાબલો સસ્તો થશે. 

Mar 17, 2019, 05:56 PM IST

Xiaomi: દુનિયાના સૌથી સ્લીમ એન્ડ્રોઇડ TV થયું સસ્તું, આ છે નવી કિંમત

શાઓમીએ ભારતમાં પોતાના Mi LED TV 4 Pro 55-ઇંચની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે સ્માર્ટ ટીવીની શરૂઆત કિંમત હવે 47,999 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે પહેલાં તેની કિંમત 49,999 રૂપિયા હતી. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે Mi સ્માર્ટ TVની કિંમતમાં સેમસંગ દ્વારા ભારતમાં 4K UHD સ્માર્ટ TV ની નવી રેંજ રજૂ કર્યા બાદ કરવામાં આવી છે. 

Mar 14, 2019, 02:58 PM IST

રેડમી નોટ 7 પ્રોનો પ્રથમ સેલ આજે, Airtel અને Jio યૂજર્સ માટે ધાંસૂ ઓફર

48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયેલા શાઓમી (Xiaomi)ના બજેટ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 13 માર્ચ (બુધવારે) થશે. જો તમે પણ આ ફોન ખરીદવા માંગો છો તો આજે બપોરે 12 વાગે Mi.com, અને ફ્લિપકાર્ટ અને એમઆઇ સ્ટોર પરથી લઇ શકો છો. 

Mar 13, 2019, 11:50 AM IST

48 MP કેમેરાવાળો રેડમી નોટ 7 Pro લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ નવા સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો (Redmi Note 7 Pro) ને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48MP નો રિયર કેમેરા છે. Redmi Note 7 Pro ના રિયર કેમેરામાં સોનીના IMX586 ઇમેજ સેંસર આપવામાં આવ્યું છે.

Mar 1, 2019, 11:09 AM IST

13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ગુરૂવારે ભારતીય બજારમાં બે સ્માર્ટફોન લોન્ચ કરવા ઉપરાંત સ્માર્ટ ટીવી પણ લોન્ચ કર્યું છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે Mi LED TV 4 A Pro 32 ઇંચને લોન્ચ કર્યું છે. કંપનીએ સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કંપની દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવનાર ત્રીજું એમઆઇ ટીવી છે. આ પહેલાં જાન્યુઆરીમાં કંપનીએ 55 ઇંચનું TV 4X Pro અને 43 ઇંચનું Mi TV 4 Pro લોન્ચ કર્યું હતું. 

Feb 28, 2019, 05:32 PM IST

Xiaomi એ લોંચ કર્યું 43 અન 55 ઈંચવાળુ Mi TV, મોબાઈલ જેટલી છે કિંમત

ચાઈનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઈન્ડિયન માર્કેટમાં સસ્તી રેંજમાં મોબાઈલ લોંચ કર્યા બાદ ગુરૂવારે બે નવા એમઆઈ (Mi TV) લોંચ કર્યા છે. આ પહેલાં પણ કંપની સસ્તી કિંમતમાં એમઆઈ ટીવી લોંચ કરીને બજારમાં ધમાકો કરી ચૂકી છે. 

Jan 11, 2019, 05:32 PM IST

Redmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે. 

Jan 11, 2019, 02:24 PM IST

48 MP કેમેરા સાથે Redmi Note 7 લોંચ, Note 7 પ્રોનું એલાન, જાણો કિંમત અને ફીચર્સ

ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી (Xiaomi) એ મોસ્ટ અવેટેડ રેડમી નોટ 7 (Xiaomi Redmi Note 7) ને લોંચ કરી દીધો છે. શાઓમીના આ સ્માર્ટફોનમાં સૌથી ખાસ ફીચર તેનો 48 MP નો રિયર કેમેરા છે. નવા Redmi સીરીઝની શરૂઆત Redmi Note 7 સાથે થઇ છે. ફોનમાં બીજા ઘણા સ્પેશિયલ ફીચર્સ આપવામાં આવ્યા છે. રેડમી નોટ 7ને ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર સાથે લોંચ કરવામાં આવ્યો છે.

Jan 11, 2019, 11:39 AM IST

નોઈડામાં તૈયાર થઇ રહ્યો છે Samsung નો નવો ફોન, કિંમતમાં Xiaomi ને આપશે ટક્કર

ભારતના સ્માર્ટફોન બજારમાં હાલ હાર્ડવેર અને સોફ્ટવેર બંને સ્તરો પર ખૂબ મંથન ચાલી રહ્યું છે. જોકે, આ મહિને સેમસંગની એમ-સીરીઝના ડિવાઇસમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યા છે. આ ફેરફાર વ્યાજબી અને મધ્યમ સ્તરની કિંમતોના સેગમેંટ જ્યાં ચીની કંપનીઓના સ્માર્ટફોનની બોલબાલા છે ત્યાં સેગમેંટની ફરીથી નવી પરિભાષા રચી શકે છે. ભારતમાં પોતાની મહત્વપૂર્ણ હાજરી નોંધાવનાર દિગ્ગજ કંપની સેમસંગ બે સ્માર્ટફોન લોંચ કરવા જઇ રહી છે, જેમાં એમ-10 (M-10)ની કિંમત લગભગ 9,500 રૂપિયા અને એમ-20 (M-20) ની કિંમત લગભગ 15,000 રૂપિયા હોઇ શકે છે. આ બંને ફોન ફિન ઇનફિનિટી-વી ડિસ્પ્લેથી સજ્જ હશે, જો આ સેગમેંટમાં આ પહેલાં દેખાયો નથી.

Jan 8, 2019, 04:05 PM IST