Xiaomi એ લોંચ કર્યું 43 અન 55 ઈંચવાળુ Mi TV, મોબાઈલ જેટલી છે કિંમત

ચાઈનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઈન્ડિયન માર્કેટમાં સસ્તી રેંજમાં મોબાઈલ લોંચ કર્યા બાદ ગુરૂવારે બે નવા એમઆઈ (Mi TV) લોંચ કર્યા છે. આ પહેલાં પણ કંપની સસ્તી કિંમતમાં એમઆઈ ટીવી લોંચ કરીને બજારમાં ધમાકો કરી ચૂકી છે. 

Xiaomi એ લોંચ કર્યું 43 અન 55 ઈંચવાળુ Mi TV, મોબાઈલ જેટલી છે કિંમત

નવી દિલ્હી: ચાઈનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઈન્ડિયન માર્કેટમાં સસ્તી રેંજમાં મોબાઈલ લોંચ કર્યા બાદ ગુરૂવારે બે નવા એમઆઈ (Mi TV) લોંચ કર્યા છે. આ પહેલાં પણ કંપની સસ્તી કિંમતમાં એમઆઈ ટીવી લોંચ કરીને બજારમાં ધમાકો કરી ચૂકી છે. શાઓમી દ્વારા ગુરૂવારે 55 ઈંચનું એમઆઇ ટીવી 4X પ્રો (Mi TV 4X Pro) અને 43 ઈંચનું એમઆઈ ટીવી 4 પ્રો (Mi TV 4 Pro) ને લોંચ કર્યું છે. 55 ઈંચવાળા એમઆઈ ટીવીની કિંમત 39,999 રૂપિયા અને 43 ઈંચવાળા ટીવીની 22,999 રૂપિયા રાખવામાં આવી છે. શાઓમીએ બંને એમઆઈ ટીવી એંડ્રોઈડ સોફ્ટવેર પર કામ કરે છે. 

એમઆઈ સાઉંડ બાર પણ કર્યું લોંચ
આ બે ટીવી ઉપરાંત કંપનીએ એમઆઈ સાઉંડ બાર પણ લોંચ કર્યા છે, તેની કિંમત 4,999 રૂપિયા છે. જો સ્માર્ટ ટીવીની કિંમતો વિશે વાત કરીએ તો આજકાલ 20 હજાર રૂપિયાની રેંજમાં સ્માર્ટફોન આવી રહ્યા છે. એવામાં કહી શકીએ કે એમઆઈ ટીવીને કંપનીએ સ્માર્ટફોનની કિંમતોની આસપાસ જ લોંચ કર્યા છે. આ ત્રણેય પ્રોડક્ટ 15 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ અને એમઆઈ ડોટ કોમ પર 15 જાન્યુઆરીથી ઓનલાઇન મળવાનું શરૂ થઇ જશે. 

જૂના ટીવીનું અપગ્રેડ વેરિએન્ટ 
એમઆઈ ટીવી 4X Pro, ચાઇના મળી રહેલા એમઆઈ ટીવી 4X 55 ઈંચના ટીવીનું અપગ્રેડેડ વેરિએન્ટ છે. તેમાં 55 ઈંચનું 4K અલ્ટ્રા એચડી ડિસ્પ્લે છે. ટીવીમાં એઆઇ-ઓરિએન્ટેડ વોઈસ રિકોગ્નિશન અને બે 20W સ્પીકર સામેલ છે. એમઆઈ ટીવી 4A પ્રો 43-ઈંચ, એમઆઈ TV 4A 43 ઈંચનું અપગ્રેડ મોડલ છે. તેમાં પણ 20 વોલ્ટના સ્પીકર આપવામાં આવ્યા છે. કંપનીએ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. એમઆઈ ટીવી 4X પ્રો 55 ઈંચમાં યૂજર્સને આ ઓપ્શન મળશે. તેની મદદથી ટીવી સ્ક્રીનને ઓફ કરીને પણ ઓડિયો સાંભળી શકાશે. યૂટ્યૂબ સ્ટ્રીમિંગ એપ પર ગીત સાંભળવા આનાથી સારું થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news