નવી દિલ્હી: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો (Reliance Jio)એ સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 1.3 કરોડ ગ્રાહકોનું જોડાણ કર્યું છે. જ્યારે પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલ (Airtel), આઇડિયા-વોડાફોનને (Idea-Vodafone) મોટા પ્રામાણમાં નુકશાન થયું છે. દૂર સંચાર નિગમ ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, જીયોના ગ્રાહકોનો આંકડો આ વર્ષે 23.9 કરોડ હતો. કંપનીએ સપ્ટેમ્બરમાં ત્રિમાસીક પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના ગ્રાહકોની સંખ્યા 25.2 કરોડ થઇ ગઇ છે. જે ઓગસ્ટ મહિનાની સંખ્યાથી 1.3 કરોડ વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલના 23.58 લાખ ગ્રાહકો ઓછા થયા 
દુરસંચાર કંપનીઓના સંગઠનના સેલ્યુલર ઓપરેટર્સ એશોસિએશન ઓફ ઇન્ડિયા(COAI)એ રિલાયનસ જીયોના ગ્રાહકોના આંકડા જાહેર કર્યા નથી. જેમાં બીએસએનએલ, એમટીએનએલ અને અન્ય કંપનીઓના ગ્રાહકોની સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવતો નથી. અન્ય દૂરસંચાર કંપનીઓના મામલે સીઓએઆઇના આંકડાઓની સરખામણીએ ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યા ઓગસ્ટમાં 34.58 કરોડથી ઘટીને સપ્ટેબરમાં 34.35 કરોડ થઇ ગઇ છે. એટલે એરટેલને 23.58 લાખ ગ્રાહકોનું નુકશાન થયું છે.


વધુ વાંચો...સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazon સેલમાં 5 ફોન પર ભારે ડિસ્કાઉન્ટ


તમામ ટેલીકોમ કંપનીઓ સર્વિસ વધારી રહી છે. 
આઇડિયાના ગ્રાહકોની સંખ્યા ઓગસ્ટમાં 21.71 કરોડ હતી જે ઘટીને સપ્ટેબરમાં 21.31 કરોડ થઇ ગઇ છે. આ સમય દરમિયાન 40.61 લાખ ગ્રાહકોએ આઇડિયાનું નેટવર્ક છોડી દીધું છે. આ જ પ્રકારે વોડફોનના ગ્રાહકનો આંકડો ઓગસ્ટમાં 22.44 કરોડથી ઘટીને સપ્ટેબરમાં 22.18 કરોડ થઇ ગયા છે. સીઓએઆઇના નિર્દેશક રંજન એલ મેથ્યુંએ કહ્યું, ‘તમામ દુરસંચાર સેવા આપનાર દેશભરમાં તેમની સેવાઓનો વિસ્તાર કરી રહ્યા છે. ગ્રાહકોને કોલિંગ અને ડેટા સેવાઓથી આગળની સેવાઓ આપવાની શરૂ કરવામાં આવી છે.