નવી દિલ્હીઃ યૂઝર્સને આજકાલ લાંબી વેલિડિટીવાળા પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલ (Airtel) યૂઝર્સને કેટલાક જબરદસ્ત વિકલ્પ આપી રહ્યાં ચે. આ બંને કંપનીઓ પાસે 56 દિવસની વેલિડિટીવાળા કેટલાક દમદાર પ્લાન છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને 112જીબી સુધી ડેટાની સાથે અન્ય બેનિફિટ આપવામાં આવી રહ્યાં છે. આવો જાણીએ ડીટેલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોનો 479 રૂપિયાવાળો પ્લાન
56 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 1.5જીબી ડેટા મળશે. આ પ્લાનમાં કંપની ડેલી 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં તમામ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ આપી રહી છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. 


જિયોનો 533 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2 જીબીના હિસાબથી કુલ 112 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. પ્લાનમાં જિયો ગ્રાહકને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Mobile ડેટા ઝડપથી સમાપ્ત થાય છે? આ Tricks અજમાવો વેબ સિરીઝો પતી જશે ડેટા પેક નહીં!


એરટેલનો 479 રૂપિયાવાળો પ્લાન
56 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં કંપની દરરોજ 1.5જીબી ડેટા ઓફર કરી રહી છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ સાથે અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં 30 દિવસ માટે એમેઝોન પ્રાઇમ વીડિયોની મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ પણ મળે છે. 


એરટેલનો 549 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન પણ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2જીબી હિસાબથી 112 જીબી ડેટા ઓફર કરે છે. આ પ્લાનમાં પણ દરરોજ 100 એસએમએસ સાથે ફ્રી કોલિંગની સુવિધા આપે છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં 30 દિવસ માટે એમેઝોન પ્રાઇમ વીડિયોની મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ પણ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube