Mobile ડેટા ઝડપથી સમાપ્ત થાય છે? આ Tricks અજમાવો વેબ સિરીઝો પતી જશે ડેટા પેક નહીં!
સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સૌથી મોટા અને નાના કામ સ્માર્ટફોન થકી જ પૂરા થાય છે. રોગચાળા પછી, સ્માર્ટફોન એકમાત્ર આધાર બની ગયો છે. પછી તે ઓનલાઈન શોપિંગ હોય, ઓનલાઈન પેમેન્ટ હોય. બધું જ સ્માર્ટફોન થકી કરવામાં આવે છે. આ માટે સૌથી મહત્વની બાબત છે મોબાઈલ ડેટા.
Trending Photos
નવી દિલ્લીઃ સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સૌથી મોટા અને નાના કામ સ્માર્ટફોન થકી જ પૂરા થાય છે. રોગચાળા પછી, સ્માર્ટફોન એકમાત્ર આધાર બની ગયો છે. પછી તે ઓનલાઈન શોપિંગ હોય, ઓનલાઈન પેમેન્ટ હોય. બધું જ સ્માર્ટફોન થકી કરવામાં આવે છે. આ માટે સૌથી મહત્વની બાબત છે મોબાઈલ ડેટા. જેમના ઘરમાં Wi-Fi છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે લોકો મોબાઈલ ડેટા પર આધાર રાખે છે તેમના માટે આ ચિંતાનો વિષય છે. આવા ઘણા ડેટા પ્લાન છે, જે દરરોજ 3GB ડેટા ઓફર કરે છે, પરંતુ વધુ વપરાશને કારણે, તે પણ આખો દિવસ ચાલતો નથી.
1- કેવી રીતે બચાવશો મોબાઈલ ડેટા?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે દિવસભર ડેટા કેવી રીતે વાપરવું. આખો દિવસ ડેટા ચાલે અને કામ પૂરું થાય તે માટે શું કરવું જોઈએ? આજે અમે તમને આવી જ ચાર ગુપ્ત યુક્તિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે કોઈપણ ટેન્શન વગર દિવસભર ડેટા ચલાવી શકો છો. આનાથી તમારે વારંવાર ડેટા રિચાર્જ કરવાની પણ જરૂર નહીં પડે અને તમામ કામ થઈ જશે.
2- આ એપ્લિકેશનને બંધ કરો-
મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતી વખતે એપ્સનો ઉપયોગ ઓછો કરો, જે વધુ ડેટા વાપરે છે. જેમ કે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો જોવામાં વધુ ડેટાનો વપરાશ થાય છે. ઉપરાંત, વધુ જાહેરાતો બતાવતી એપથી દૂર રહો. તે તમારા ડેટાને સ્ક્વિઝ કરે છે. જો તમે આ એપ્સનો ઉપયોગ કરવાનું બંધ કરશો તો ડેટાનો વ્યય થશે નહીં.
3- ડેટા લિમિટ સેટ કરો-
ડેટા લિમિટ સેટ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે તમારે ડેટા યુસેજ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે ડેટા લિમિટ અને બિલિંગ સાયકલ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ડેટા સેટ કરી શકો છો. જેમ તમે 1GB કર્યું છે, તો 1GB ખતમ થયા પછી ઇન્ટરનેટ બંધ થઈ જશે.
4- એપ્સ અપડેટ્સ બંધ કરો-
મોબાઈલ ડેટા ચલાવતી વખતે પાછળ ઘણી એપ્સ હોય છે, જે પોતાને અપડેટ કરતી હોય છે. આને સેટિંગ્સમાં જઈને બદલી શકાય છે. આ માટે તમારે ફક્ત WiFi પર ઓટો અપડેટ એપ્સ પસંદ કરવાની રહેશે. આમ કરવાથી, તમારા ફોનની એપ્સ ફક્ત Wi-Fi પર અપડેટ થશે.
5- ડેટા સેવર મોડ ઓન રાખો-
ડેટા સેવર મોડ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો ઉપયોગ ડેટા વપરાશ ઘટાડવા માટે થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે