નવી દિલ્હીઃ Jio Independence Offer: જલદી સ્વતંત્રતા દિવસ આવવાનો છે. આ દિવસનો જશ્ન મનાવવા માટે ટેક જગતની ઘણી કંપનીઓ યૂઝર્સને કોઈને કોઈ ઓફર આપી રહી છે. આ ક્રમમાં નવું નામ જોડાઈ ગયું છે રિલાયન્સ જિયોનું. જિયો કંપની Independence Offer લઈને આવી છે, જે હેઠળ કંપનીએ 2999 રૂપિયાના વાર્ષિક પ્લાન પર 3,000 રૂપિયાના બેનિફિટ્સ આપ્યા છે. આ રીતે પ્લાન સંપૂર્ણ ફ્રી થઈ જાય છે. કંપનીએ તે માટે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે. આ ઓફર હેઠળ યૂઝર્સને ક્યા-ક્યા લાભ મળી રહ્યાં છે, આવો જાણીએ.


Jio 2,999 રૂપિયાનો પ્લાન
આ Independence Offer છે. આ પ્લાનમાં યૂઝર્સને 3000 રૂપિયાના બેનિફિટ્સ મળશે. સૌથી પહેલા તેના બેનિફિટ્સની વાત કરી લઈએ. તેમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ સમય દરમિયાન યૂઝર્સને 912.5 જીબી ડેટા મળશે. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે દરરોજ 100 એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યાં છે. તો એક વર્ષ માટે Disney+ Hotstar Mobile નું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube