નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) યૂઝર્સને બેસ્ટ બેનિફિટ પ્રીપેડ પ્લાન્સની લાંબી રેન્જ ઓફર કરે છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ મળે છે. યૂઝર્સની વાત કરીએ તો તેને પણ એવા પ્લાન જોઈએ જે ઓછી કિંમતમાં વધુ ડેટાની સાથે ફ્રી કોલિંગ જેવી સુવિધા આપતા હોય. તો આવો જાણીએ જીયોના 250 રૂપિયાથી ઓછાના ત્રણ પ્લાન્સ વિશે, જેમાં દરરોજ 2જીબી ડેટા સુધી ડેટાની સાથે અન્ય બેનિફિટ ઓફર કરવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોનો 149 રૂપિયાવાળો પ્લાન
જીયોનો આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 1 જીબી ડેટા ઓફર કરે છે. પ્લાનના સબ્સક્રાઇબરને દરરોજ 100 એસએમેસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગનો પણ ફાયદો મળે છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને જીયો ટીવી, જીયો સિનેમા સિવાય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Poco X3 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત


જીયોનો 199 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનેટ યૂઝર માટે આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબીના હિસાબથી કુલ 42 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 


આ પણ વાંચોઃ મોબાઈલને 100 ટકા ચાર્જ કરાવો બની શકે છે ખતરનાક, જાણો શું છે કારણ


જીયોનો 249 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની દરરોજ 2 જીબી હિસાબથી કુલ 56 જીબી ડેટા ઓફર કરી રહી છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો ફાયદો મળે છે. પ્લાનના સબ્સક્રાઇબરને કંપની જીયો એપ્સ જેમ કે જીયો સિનેમા અને જીયો ટીવીનું ફ્રી એક્સેસ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube