નવી દિલ્હીઃ Reliance Jio Rupees 395 Reccharge Plan: રિલાયન્સ જિયો પોતાના સસ્તા પ્લાન માટે જાણીતું છે. જો તમે પણ જિયો પ્રીપેડ ગ્રાહક છો અને 3 મહિનાનો વેલ્યૂ ફોર મની પ્લાન શોધી રહ્યાં છો તો આ તમારા માટે પેસ્ટ છે. જિયો 395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન લઈને આવ્યું ચે. જો તમે 28 દિવસની લાઇકલ જુઓ તો ત્રણ મહિના ચાલશે. આવો જાણીએ 395 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને શું ફાયદા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોનો 395 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 395 રૂપિયાનો પ્લાન તે ગ્રાહકો માટે છે જે ઓછામાં ઓછી ત્રણ મહિનાની વેલિડિટી જોઈ રહ્યાં છે. જિયોના 395 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહકોને 3 બિલની સાઇકલ મળશે. જો તમે 28 દિવસનું રિચાર્જ કરાવો છો તો તેમાં 3 મહિનાનું રિચાર્જ મળશે. ગ્રાહકોને કુલ 6 જીબી ડેટા મળશે. સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. યૂઝર્સને આ પ્લાનમાં 1000 ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જશે. 


આ પણ વાંચોઃ July માં લોન્ચ થશે OLA નું સૌથી સસ્તું સ્કૂટર S1 Air, માત્ર  ₹999 માં કરાવો બુક


આ છે પ્લાનના ફાયદા
જિયોના 395 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને ઈન્ટરનનેટ ડેટા, કોલિંગ અને એસએમએસ સિવાય અન્ય બેનિફિટ્સ પણ મળે છે. તેમાં જિયો ટીવી, જિયો સિનેમાનું એક્સેસ અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે. જો તમારો ફોન 5જી એરિયામાં છે તો તમને 5જી ડેટા પણ મળશે. આ પ્લાન તેના માટે બેસ્ટ છે જે પોતાના માટે લાંબા પીરિયડનો રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube