July માં લોન્ચ થશે OLA નું સૌથી સસ્તું સ્કૂટર S1 Air, માત્ર ₹999 માં કરાવી શકો છો બુક
OLA S1 Air To Be Arrival Soon: કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. જેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા હશે.
Trending Photos
નવી દિલ્હીઃ OLA S1 Air To Be Arrival Soon: ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવનારી દેશની દિગ્ગજ કંપની ઓલા (OLA)પોતાના ગ્રાહકો માટે સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની છે. સ્કૂટરનું નામ OLA S1 Air.આ કંપનીનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર હશે. આ પહેલા કંપનીના પોર્ટફોલિયોમાં જે 2 ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) OLA S1, OLA S1 Pro હાજર છે, જેની કિંમત 1.29 લાખ અને 1.39 લાખ રૂપિયા છે. કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. તેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
999 રૂપિયામાં કરાવી શકો છો રિઝર્વ
કંપનીએ પોતાની વેબસાઇટ દ્વારા જણાવ્યું છે કે આ સ્કૂટરને માત્ર 999 રૂપિયાની કિંમતથી રિઝર્વ કરાવી શકો છો. જો તમે પણ આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો માત્ર 999 રૂપિયામાં બુક કરાવી શકો છો. આ સ્કૂટરની શરૂઆતી કિંમત એક્સ-શોરૂમ 1.09 લાખ રૂપિયા છે.
OLA S1 Air: રેન્જ અને ટોપ સ્પીડ
કંપનીએ પોતાની વેબસાઇટ પર જાણકારી આપી છે કે સ્કૂટરની સર્ટિફાઇડ રેન્જ 125 કિલોમીટર છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્કૂટર 4 કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ સિવાય સ્કૂટરમાં 34 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવશે.
આ સ્કૂટરમાં 7 ઇંચનું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 800*480 છે. સ્કૂટરના હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ LED સાથે આવે છે. આ સ્કૂટર ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ ડ્રાઇવ સાથે આવે છે. સ્કૂટર 4.5 કિલોવોટનો પીક જનરેટ કરે છે. 3 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી કેપેસિટી છે. 165 એમએમનું ગ્રાઉન્ડ ક્લીયરેન્સ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે