Reliance Jio 5G Plan: દેશની જાણીતી પ્રાઈવેટ ટેલીકોમ કંપની રિયાયન્સ જિયોએ પોતાના ટૈરિફ પ્લાનના ભાવ વધારી દીધા છે. કંપનીએ ટૈરિફ પ્લાનમાં 12.5 ટકાથી 25 ટકા સુધીનો વધારો કરી દીધો છે. તેવામાં જિયો દ્વારા 5G ડેટા બુસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં યૂઝર્સ ઓછા ખર્ચે અનલિમિટેડ 5G ઈંટરનેટનો લાભ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જિયોના સૌથી સસ્તા ફોનમાં પણ મળશે હાઈ સ્પીડ ડેટા, ફ્રી ટીવી જેવી સુવિધા, જાણો વિગતો


જિયોએ યૂઝર્સને 5G ઈંટરનેટનો લાભ મળે તે માટે નવા પ્લાન શરુ કર્યા છે. જે યુઝર્સે જિયોના 2GB કે તેનાથી વધારે ડેટાવાળા પ્લાનમાં રિચાર્જ કર્યું હશે તેમને 5G ઈંટરનેટ મળી રહ્યું હશે. પરંતુ તેના માટે યૂઝર્સે દર મહિને 349 રૂપિયા આપવા પડે છે. પરંતુ જે યૂઝર્સ પાસે તેનાથી ઓછો પ્લાન છે એટલે કે ડેઈલી 1GB કે 1.5GB વાળો પ્લાન છે તેમને 5G ઈંટરનેટનો લાભ નથી મળતો. આ યુઝર્સ માટે જિયોએ 5G ડેટા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યો છે. 


આ પણ વાંચો: મુકેશ અંબાણીએ પટારામાંથી કાઢ્યો Jio નો સૌથી સસ્તો પ્લાન, ઓછા ખર્ચે મળશે બધું જ


પ્લાન્સની કીંમત


આ પ્લાન અલગ વેલિડિટી સાથે નથી આવતા પરંતુ આ પ્લાન જૂના પ્લાનની સાથે કામ કરે છે. એટલે કે આ પ્લાન તમારા જૂના પ્લાનને બૂસ્ટ કરશે. આ પ્લાનમાં યૂઝર્સને એક્સ્ટ્રા 4G ડેટા આપે છે. આ નવા પ્લાનને જિયો દ્વારા ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ નામ આપવામાં આવ્યું છે. જે યૂઝર્સ પાસે 1GB કે 1.5GB નો ડેલી ડેટાનો પ્રીપેડ પ્લાન છે તેઓ 51 રૂપિયા, 101 રૂપિયા અને 151 રૂપિયાનું રિચાર્જ કરાવી અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકે છે.


આ પણ વાંચો: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું


કયા પ્લાનમાં કેટલો ફાયદો?


51 રૂપિયાનો પ્લાન સૌથી સસ્તો પ્લાન છે. 51 રૂપિયામાં યૂઝર્સને 3GB 4G ડેટા અને અનલિમિડેટ 5G ડેટા મળશે.
101 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 6GB 4G ડેટા અને અનલિમિડેટ 5G ડેટાનો લાભ મળશે.
151 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 9GB 4G ડેટા અને અનલિમિડેટ 5G ડેટાની સુવિધા મળશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.