નવી દિલ્હી : ગ્રાહકોને સસ્તી અને કિફાયતી ઓફર આપીને નવા રેકોર્ડ બનાવનાર કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (Reliance Jio Infocomm)એ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે કંપનીએ સૌથી વધારે કસ્ટમરને પોતાની સાથે જોડ્યા છે. રિલાયન્સ જિયોએ જૂનમાં 9.71 મિલિયન (લગભગ 97 લાખ) ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે જ જિયોના યુઝર્સની સંખ્યા દેશમાં વધીને લગભગ 21.5 કરોડ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનમાં ટેલિકોમ સેક્ટરની લીડર કંપની ભારતી એરટેલે 10,689 ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. આ સિવાય બહુ જલ્દી આઇડિયા અને વોડાફોનનું મર્જર થવાનું છે અને પછી આ કંપની ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની બની જશે. નોંધનીય છે કે 2016ના સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા રિલાયન્સ જિયોએ પોતાના સસ્તા પ્લાનના દમ પર માર્કેટમાં બહુ ઝડપથી પોતાની પકડ બનાવી છે. આ પહેલાં પણ જિયો ડાઉનલોડિંગ સ્પિડના મામલામાં બીજી કંપનીઓ કરતા આગળ નીકળી ચૂક્યું છે.


ટ્રાઇ તરફથી જાહેર કરાયેલી વિગતો પ્રમાણે જિયો અને આઇડિયાનો માર્કેટ શેર છેલ્લા મહિનાની સરખામણીમાં ક્રમશ: 18.78 ટકા અને 19.24 ટકા થઈ ગયો છે. આ પહેલાં જિયોનો માર્કેટ શેર 18.7 ટકા અને આઇડિયાનો માર્કેટ શેર 18.94 ટકા હતો. આ સંજોગોમાં ભારતી એરટેલ તેમજ વોડાફોન ઇન્ડિયાના માર્કેટશેરમાં ઘટાડો નોંધાયો છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...