Jio ના સસ્તા પ્લાને કરાવી કરોડો યૂઝર્સની મોજ, 5G ડેટા અને નેટફ્લિક્સ ફ્રી, જાણો વિગત

નેટફ્લિક્સવાળો જિયોનો સૌથી સસ્તો પ્લાન એરટેલ અને વોડાફોન-આઈડિયાને ટેન્શન આપી રહ્યો છે. આ પ્લાનમાં જિયો અનલિમિટેડ 5જી ડેટા અને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યો છે. પ્લાનમાં ફ્રી કોલિંગ પણ છે.
નવી દિલ્હીઃ મોબાઈલ યૂઝર્સને સસ્તા ભાવમાં બેસ્ટ બેનિફિટવાળા પ્લાન વધુ પસંદ આવે છે. ટેલિકોમ કંપનીઓ તેને ધ્યાનમાં રાખી પોતાના પ્લાન્સ તૈયાર કરે છે. પરંતુ તેમાં રિલાયન્સ જિયો હંમશા એરટેલ અને વોડાફોન-આઈડિયાથી આગળ રહે છે. જિયોનો 1099 રૂપિયાવાળો પ્લાન તેનો એક શાનદાર નમૂનો છે. આ પ્લાનમાં કંપની યૂઝર્સને ફ્રી નેટફ્લિક્સ અને જિયો સિનેમાની સાથે અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે. જો વાત એરટેલની કપીએ તો કંપની 1499 રૂપિયાવાળા પ્લાનમાં નેટફ્લિક્સ ઓફર કરે છે. તો વોડાફોન-આઈડિયાની પાસે નેટફ્લિક્સવાળો કોઈ પ્લાન નથી. સાથે વોડાના યૂઝર્સને 5જી ઈન્ટરનેટ સ્પીડ પણ મળી રહી નથી. આવો જાણીએ ડીટેલ....
જિયોનો 1099 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2જીબી ડેટા હિસાબે કુલ 168 ડેટા મળશે. કંપની આ પ્લાનની સાથે એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા પણ ઓફર કરી રહી છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને નેટફ્લિક્સ મોબાઇલની સાથે જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી એક્સેસ મળશે. ધ્યાન રહે કે આ પ્લાનમાં જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન સામેલ નથી.
આ પણ વાંચોઃ જિયોની ન્યૂ યર ઓફર, 389 દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો, જાણો વિગત
એરટેલનો 1499 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 3જીબી ડેટા આપી રહી છે. કંપની 5જી નેટવર્કવાળા એરિયામાં રહેતા યૂઝર્સને ફ્રી અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે. આ પ્લાન ડેલી ફ્રી એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સાથે આવે છે. આ પ્લાનમાં સબ્સક્રાઇબર્સને નેટફ્લિક્સ બેસિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
વોડાફોન-આઈડિયાનો 1066 રૂપિયાનો પ્લાન
વોડાનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટા ઓફર કરી રહી છે. Vi એપથી આ પ્લાન રિચાર્જ કરાવનાર યૂઝર્સને 5જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી મળશે. દરરોજ 100 ફ્રી એસએમએસ આપનાર આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. પ્લાનમાં કંપની બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર, ડેટા ડિલાઇટ્સ અને
Vi Movies & TV એપનું ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત છે કે આ પ્લાન એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube