રિલાયન્સ જિયોએ એવા લોકો માટે એક નવો પ્લાન લાવ્યા છે જે ઓછા ખર્ચે વધુ ફાયદો ઈચ્છે છે. જિયોના લગભગ 49 કરોડ યૂઝર્સ છે અને કંપની સમગ્ર દેશમાં પોતાના ગ્રાહકો માટે એવા પ્લાન લાવતી રહે છે જે સસ્તા હોય અને બધાની જરૂરિયાતો પણ પૂરી કરે. જો તમે ઓછા ખર્ચે વધુ ડેટા ઈચ્છતા હોવ તો જિયોનો એક ખુબ સારો પ્લાન છે  જે ફક્ત 122 રૂપિયાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ફાયદા મળે છે આ પ્લાનમાં?
રિલાયન્સ જિયોનો આ નવો પ્લાન યૂઝર્સને સૌથી વધુ ફાયદો કરાવવા માટે બનાવવામાં આવ્યો છે જેમાં રોજ 1GB ડેટા મળે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે લગભગ એક મહિના સુધી. આ પ્લાન એવા લોકો માટે સારો છે જે આખો મહિનો સતત ડેટાનો ઉપયોગ કરવા માંગે છે અને વધુ ખર્ચ પણ કરવો નથી. પરંતુ ધ્યાન રાખવું કે આ પ્લાનમાં કોલિંગ કે SMS નો ફાયદો મળતો નથી. 


ફક્ત જિયો ફોન યૂઝર્સ માટે 
અહીં એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આ પ્લાન ફક્ત જિયો ફોન યૂઝર્સ માટે છે. સ્માર્ટફોન યૂઝર્સ માટે નહીં. આ પ્લાન એક એડઓન પ્લાન છે જેનાથી જિયો ફોન યૂઝર્સને ઓછા પૈસા ખર્ચીને રોજ ડેટા મળી શકે. જો તમે જિયો ફોન વાપરતા હોવ અને ઓછા ખર્ચામાં ડેટા ઈચ્છતા હોવ તો આ પ્લાન તમારા માટે ખુબ સારો રહી શકે છે. રિલાયન્સ જિયોનું મુખ્ય લક્ષ્ય પોતાના યૂઝર્સને ઓછા પૈસામાં વધુ ફાયદો કરાવવાનો છે. જે લોકો જિયો ફોન વાપરે છે તેમના માટે આ પ્લાન ઓછા પૈસા ખર્ચીને વધુ ડેટા કનેક્શન આપવાનો વાયદો કરે છે.