નવી દિલ્હીઃ Reliance JioPhone Next ની રાહ જોઈ રહેલા યૂઝર્સો માટે ખુશીના સમાચાર છે. કંપનીનો સસ્તો 4જી સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરે આવી શકે છે. તેનું પ્રી-બુકિંગ આ સપ્તાહે શરૂ થવાની આશા છે. યૂઝર્સ આ ફોનની કિંમતના 10 ટકા ચુકવણી (ડાઉન પેમેન્ટ) કરીને ખરીદી શકશે. કંપની આ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરશે. તેના બેસ વેરિએન્ટની કિંમત 5 હજાર રૂપિયા અને એડવાન્સ વેરિએન્ટની કિંમત 7 હજાર રૂપિયા હશે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનાન્સ સ્કીમ હેઠળ ખરીદી શકશો ફોન
કંપની આગામી 6 મહિનામાં આ ફોનના 5 કરોડ યૂનિટ્સ સેલ કરવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે. તે માટે જરૂરી છે કે ફોનનું વધુમાં વધુ વેચાણ થાય. તેથી કંપની આ ફોનને ખાસ સ્કીમ હેઠળ ઓફર કરવાની છે. આ સ્કીમમાં યૂઝર્સે ફોનની કિંમતના 10 ટકા રકમની ચુકવણી કરવી પડશે બાકીની રકમ ફાઇનાન્સ થઈ જશે. 


આ પણ વાંચોઃ 1 મહિનો ચાલશે 199 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન,  42GB સુધી ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો


જીયોએ આ બેન્ક સાથે કર્યો કરાર
ફાઇનાન્સ સ્કીમ માટે રિલાયન્સ જીયોએ દેશની પાંચ બેન્કો સાથે કરાર કર્યો છે, જેથી આ અફોર્ડેબલ 4જી સ્માર્ટફોનનું સારૂ વેચાણ થાય. જીયોએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પિરામલ કેપિટલ, IDFC First Assure અને DMI Finance એ કંપનીને 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે. આ સિવાય ચાર અન્ય નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓએ જીયોને 2500 કરોડ રૂપિયાના ક્રેડિટ સપોર્ટનો વિશ્વાસ અપાવ્યો છે. 


મળી શકે છે આ ફીચર અને સ્પેશિફિકેશન
ફોનના ફીચર અને સ્પેસિફિકેશન વિશે કંપની તરફથી હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ઘણા લીક રિપોર્ટ્સમાં આ ફોનમાં મળનાર ફીચર્સ અને સ્પેસિફિકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લીક્સ્ટર યોગેશ બ્રાર અનુસાર જીયો ફોન નેક્સ્ટમાં કંપની 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે ઓફર કરવાની છે. 


આ પણ વાંચોઃ 2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા


ફોન બે વેરિએન્ટ- 2જીબી+16જીબી અને 3જીબી+32 જીબીમાં આવશે. 4જી ડ્યૂલ સિમ સપોર્ટવાળા આ ફોનમાં સ્નેપડ્રેગન 215 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 11 ગો એડિશન પર કામ કરશે. બેટરીની જ્યાં સુધી વાત છે તો ફોનમાં 2500mAh ની બેટરી મળવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube