નવી દિલ્હી: Reliance Jio એ પોતાના ગ્રાહકો પાસેથી નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અત્યાર સુધી લોકોને અસમંજસ હતું કે આ ક્યારથી લાગૂ થશે. રિલાયન્સ જિયોનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે ત્યારબાદ હવે લોકોને આ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોએ કહ્યું કે જે ગ્રાહકે 9 ઓક્ટોબર પહેલાં પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતું તે નોન જિયો યૂજર્સને પણ ફ્રી કોલ કરી શકશે. પરંતુ જેવો પ્લાન એક્સ્પાયર થશે તમારે નોન જિયો કોલિંગ માટે પૈસા ચૂકવવા પડશે. 

હવે ફ્રી નહીં જીયો પર વૉઇસ કોલ, આપવા પડશે 6 પૈસા પ્રતિ મિનિટ


Reliance Jio એ એક ટ્વિટ કર્યું છે. તેમાં કંપનીએ કહ્યું છે કે જો તમે 9 ઓક્ટોબર અથવા તે પહેલાં રિચાર્જ કરાવ્યું છે તો તમે ફ્રી કોલ કરી શકશો (નોન જિયો કસ્ટમર્સ)ને પણ. જ્યાં સુધી તમારો પ્લાન એક્સ્પાયર થઇ જતો નથી. રિલાયન્સ જિયોના સૌથી પોપુલર પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પરંતુ કેટલાક પેક્સ એક વર્ષની વેલિડિટીવાળા છે. તો શું એક વર્ષ સુધી નોન જિયો કસ્ટમર્સ પર કોલિંગના પૈસા ચૂકવવા નહી પડે? 


જો તમે 9 ઓક્ટોબર અથવા તે પહેલાં 399 રૂપિયાના પ્લાન સાથે જિયો નંબર રિચાર્જ કરાવ્યો છે તો 84 દિવસ સુધી તમે નોન જિયો નંબર પર ફ્રી કોલ કરી શકશો. જોકે હજુ પણ 1 વર્ષની વેલિડિટી પ્લાનમાં સ્પષ્ટતા નથી કે આ યૂઝર્સ સાથે શું થશે. 

MOTO એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ ફોન, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ


અત્રે ઉલ્લેખનીય છે કે TRAI એ જ્યારે IUC એટલે કે Interconnect Usage Charge ને 2017માં 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતા ત્યારે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધી તેને 0 કરવામાં આવી શકે છે. જો તમારે જિયો પ્લાનની વેલિડિટી ત્રણ મહિનાની છે અને તમે 9 ઓક્ટોબર પહેલાં રિચાર્જ કરાવ્યું છે તો શક્ય છે કે આગળ પાણ તમે ફ્રી નોનો જિયો કોલિંગ કરી શકશો. કારણ કે જો TRAI IUC ને જીરો કરે છે તો જિયોથી નોન જિયો કોલિંગ પણ ફ્રી થઇ જશે. 

BMWનો હેવ આ કાર બનાવવા પર છે ફોક્સ, 2021માં કરી શકે છે લોન્ચ


આ દરમિયાન રિલાયન્સ જિયોએ પોતાની વેબસાઇટ પર પ્લાનને પણ અપડેટ કરી દીધો છે. હવે Reliance Jio ના પ્લાન સાથે No IUC Voice Plan એડ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે યૂઝર્સને નોન જિયો કોલિંગ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. જોકે લેન્ડલાઇન અને જિયો થી જિયો હજુ પણ ફ્રી કોલિંગ કરી શકો છો.


Reliance Jio એ કહ્યું કે પૈસાના બદલે યૂઝર્સ ડેટા પણ ફ્રી આપવામાં આવશે. કંપની તેને યૂઝર્સને ભરપાઇ તરીકે આપવામાં આવી રહ્યો છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે TRAI IUC પર શું નિર્ણય કરે છે. Reliance Jio ઇચ્છે છે કે TRAI IUC ચાર્જને 6 પૈસાથી ઘટાડીને જીરો કરી દે. જો આમ થાય છે તો રિલાયન્સ જિયો પણ નોન જિયો કોલિંગ ફ્રી કરી દેશે.