નવી દિલ્હી: Jio પોતાના 500 રૂપિયા સુધીના પ્રીપેડ પ્લાન્સમાં ઘણા ફાયદા પોતાના ગ્રાહકોને આપે છે, પરંતુ જો તમે ઓછી કિંમતવાળા પ્લાન ખરીદવા માંગો છો તો અમે અહીં કેટલાક પ્રીપેડ પ્લાન્સની યાદી બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોની પાસે 100 રૂપિયાની અંદર ઘણા બધા પ્રીપેડ પ્લાન્સ તો નથી. પરંતુ જે કેટલાક પ્લાન્સ છે જે બજારમાં ખૂબ સસ્તા પ્લાન્સમાંથી એક છે. જોકે જિયોના 100 રૂપિયાની અંદર મળનાર તમામ પ્રીપેડ પ્લાન્સ વેલિડિટી વિના આવે છે. એટલે કે તેમના ઉપયોગ કરવા માટે તમારી પાસે બેસ પ્લાન હોવો જરૂરી છે. 

Vi લોન્ચ કર્યો ખાસ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં 5 લોકોને મળશે ફાયદો


જિયોના 101 રૂપિયાવાળા 4G ડેટા પેકની વાત કરીએ તો કંપની તેમાં કુલ 12GB ડેટા અને ઓફ-નેટ કોલિંગ માટે 1,000 મિનિટ્સ આપે છે. 


આ પ્રકારે પોતાના 51 રૂપિયાવાળા પ્લાનમાં કંપની ટોટલ 6GB ડેટા અને ઓફ-નેટ કોલિંગ 500 મિનિટ્સ ઓફર કરે છે. તો બીજી તરફ 21 રૂપિયાવાળા પ્લાનમાં 2GB ડેટા અને 200 મિનિટ્સ ઓફ નેટ કોલિંગ માટે આપવામાં આવે છે. આ પ્લાન્સની વેલિડિટી તમારા હાલના પ્લાન સુધી રહેશે. 


કંપની કેટલાક વધુ પ્રીપેડ પ્લાન પણ ઓફર કરે છે, જેને તમે તમારી જરૂરિયાત અને બજેટ મુજબ ખરીદી શકો છો. જિયોના 10 રૂપિયા પ્લાનમાં 124 IUC મિનિટ્સ અને 1GB કોમ્પ્લિમેંટ્રી ડેટા મળે છે. 


જિયોના 20 રૂપિયાવાળા પ્લાન વિશે વાત કરીએ તો તેમાં 249 IUC મિનિટ્સ અને ટોટલ 2GB ડેટા આપવામાં આવે છે. આ પ્રકારે 50 રોપિયાવાળા  પ્લાનમાં 50GB डेડેટા અને  656 IUC મિનિટ્સ મળે છે. અંતમાં 100 રૂપિયાવાળા પ્લાન વિશે વાત કરીએ તો તેમાં 10GB ડેટા અને 1,362 IUC મિનિટ્સ મળે છે.


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube