Vi લોન્ચ કર્યો ખાસ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં 5 લોકોને મળશે ફાયદો
એન્ટરટેનમેન્ટ પ્લસ ફેમિલી પોસ્ટપેડ પ્લાન (Entertainment Plus Family Postpaid Plan)ના નામવાળા આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા બેનિફિટ તથા વોઇસ કોલિંગ સાથે જ 100 ફ્રી SMSની સુવિધા મળે છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા (vodafone idea)એ એક ખાસ ફેમિલી પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ ફક્ત 948 રૂપિયાના માસિક બિલ વડે પાંચ લોકો ફાયદો ઉઠાવી શકે છે. એન્ટરટેનમેન્ટ પ્લસ ફેમિલી પોસ્ટપેડ પ્લાન (Entertainment Plus Family Postpaid Plan)ના નામવાળા આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા બેનિફિટ તથા વોઇસ કોલિંગ સાથે જ 100 ફ્રી SMSની સુવિધા મળે છે. હાલ આ પ્લાનને ફક્ત કંપનીએ યૂપી-ઇસ્ટ સર્કલમાં લોન્ચ કર્યો છે.
આખી કરવી પડશે આ શરત
સેકન્ડરી કનેક્શનમાં વધુમાં વધુ 30GB ડેટા ઓફર કરવામાં આવે છે. ગ્રાહક આ ફેમિલી પ્લાનમાં વધુમાં વધુ 5 લોકો જોડાઇ શકે છે. પરંતુ તેના માટે દરેક કનેક્શન હિસાબથી ગ્રાહકોને 249 રૂપિયા ચૂકવવામાં પડશે. આ પ્લાન પર યૂઝરને એક વર્ષનું Amazon Prime અને Zee5 તથા Vi મૂવીઝ એન્ડ ટીવી એપનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર પણ મળશે.
Redx plan 1348 રૂપિયામાં
તાજેતરમાં 1348 રૂપિયામાં REDX Family Postpaid Plan લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની પ્રાઇમરી પર 150GB અનલિમિટેડ ડેટા અને 100 ફ્રી SMS સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં 5,998 રૂપિયાની કિંમતવાળો Netflix સબ્સક્રિપ્શન, એક વર્ષ માટે Amazon Primeનું સબ્સક્રિપ્શન, 999 રૂપિયાની કિંમતમાં આવનાર Zee5 પ્રીમિયમ અને Vi Movies & TV એપનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે