બર્લિનઃ વૈજ્ઞાનિકોએ પાણીને શુદ્ધ અને સ્વચ્છ રાખવાની એક સરળ પદ્ધતિની શોધ કરી છે. વૈજ્ઞાનિકોની શોધ પ્રમાણે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરીને પાણીમાં રહેલા પ્રદૂષિત તત્વોને દૂર કરી શકાય છે. જર્મનીમાં માર્ટિન લૂથર યુનિવર્સિટી (MLU)ના સંશોધકોએ, પાણીમાં ભળી ગયેલા પ્રદૂષિત તત્વોને દૂર કરવા માટે પાણીમાં સરળતાથી ગતિશીલ ઈલેક્ટ્રોન્સ એટલે કે હાઈડ્રેટેડ ઈલેક્ટ્રોન્સનો ઉપયોગ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MLUમાં પ્રોફેસર માર્ટિન ગોએઝે આ અંગે જણાવ્યું કે, 'આ ઈલેક્ટ્રોન અત્યંત પ્રતિક્રિયાશીલ છે અને તેનો ઉપયોગ પ્રતિક્રિયા માટે કરી શકાય છે. તે સખત પ્રદૂષિક તત્વોને તોડવામાં પણ સક્ષમ છે.' 


તેમણે જણાવ્યું કે, આ કામ માટે ઈલેક્ટ્રોનને આણ્વિક ગુણધર્મો સાથે છોડવા પડે છે, જ્યાં તેમને સંપૂર્ણ પણે કેદ રાખવામાં આવે છે. અત્યાર સુધી આવા ઈલેક્ટ્રોનને પેદા કરવા અત્યંત જટિલ અને ખર્ચાળ છે. સંશોધનકર્તાઓએ એક નવી પ્રક્રિયા વિકસાવી છે કે જેમાં ઊર્જાના એકમાત્ર સ્રોતના સ્વરૂપમાં ગ્રીન લાઈટ એમિટિંગ ડાયોડની જરૂર હોય છે. 


જરૂરી પ્રતિક્રિયા કરાવા માટે ઉત્પ્રેરક તરીકે વિટામીન સી અને ધાતુના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. નવી પ્રક્રિયાની આગળની તપાસથી જાણવા મળે છે કે, હાઈડ્રેટેડ ઈલેક્ટ્રોન પેદા કરવાની સક્ષમ રીત છે. 


આ સાથે જ તેના વધુ ઉપયોગ પણ થઈ શકે છે. શોધકર્તાઓએ નવી પદ્ધતિનો ઉપયોગ પ્રદૂષિત પાણી પર કર્યો હતો. નાના સેમ્પલમાં આ વિધિથી પાણીના પ્રદૂષિત તત્વોને દૂર કરવામાં મદદ મળી હતી.