નવી દિલ્હી : દુનિયામાં પ્રદૂષણમાં પણ સૌથી વધારે વધારો ભારતમાં જ થઈ રહ્યો છે અને આગામી સમયમાં તેને અંકુશમાં લેવા માટે સૌપ્રથમ ઈંધણની ખપત અને તેના ગુણવત્તાને સુધારવા માટે કામ કરવું જરૂરી બન્યું છે. બુધવારે સપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય લીધો છે. બુધવારે સર્વોચ્ચ અદાલતે એપ્રિલ, 2020થી માત્ર BS-VI વાહનોના જ વેચાણને મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંજોગોમાં જૂના વાહનો ભંગાર થઈ જશે. આમ, નવી ખરીદીમાં પણ વાહનચાલકો ખાસ સાવચેતી રાખે નહીં તો આજે ખરીદેલી કાર કચરાના ભાવે કાઢવી પડશે. આ BS-VI એન્જિનવાળા વાહનો ઓછું પ્રદૂષણ ફેલાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ(બીએસ-6) નિયમ 1લી એપ્રિલ, 2020થી અમલી બનવા જઈ રહ્યો છે.


સરકાર ઈલેકટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે અને પેટ્રોલ-ડીઝલના વાહનોની ક્વોલિટી સુધારવા ભારે પ્રયાસ કરી રહી છે. બુધવારે સર્વોચ્ચ અદાલતે એપ્રિલ, 2020થી માત્ર BS-VI વાહનોના જ વેચાણને મંજૂરી આપી છે.


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...