નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની સેમસંગ (Samsung) એક નવા સ્માર્ટફોન Galaxy A52s પર કામ કરી રહી છે. આ કંપનીના Galaxy A52 સ્માર્ટફોનનું અપગ્રેડ વર્જન હશે. થોડા દિવસ પહેલા યુરોપિયન બજારમાં ફોનની કિંમતો લીક થઈ હતી. હવે ટેબ વેબસાઇટ DealnTech એ ગેલેક્સી A52s ની રિટેલર લિસ્ટિંગનો ખુલાસો કર્યો છે, જેમાં ફોનની કિંમત, સ્ટોરેજ અને કલર વેરિએન્ટની જાણકારી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિટેલર લિસ્ટિંગથી જાણકારી મળે છે કે ગેલેક્સી A52s સ્માર્ટફોન 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવશે. લિસ્ટિંગ પ્રમાણે ફોનની કિંમત €434.64 (આશરે 38366 રૂપિયા) થશે અને તે ચાર કલર Awesome White, Awesome Black, Awesome Violet, અને Awesome Mint માં આવશે. ફોનના મોટાભાગના સ્પેસિફિકેશન્સ પહેલાથી લીક થઈ ચુક્યા છે. 


આ પણ વાંચોઃ Jio ના 5 શાનદાર પ્લાન, એક દિવસમાં યૂઝ કરી શકો અનલિમિડેટ ડેટા, સાથે મળશે ખાસ સુવિધા


Galaxy A52s ના સંભવિત સ્પેસિફિકેશન્સ
કેટલાક દિવસ પહેલા આવેલા રિપોર્ટથી જાણ થાય છે કે ગેલેક્સી A52s 5G માં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવશે. મહત્વનું છે કે કંપનીએ ગેલેક્સી A52 4G અને ગેલેક્સી  A52 5G સ્માર્ટફોન સ્નેપડ્રેગન 720G અને સ્નેપડ્રેગન 750G ની સાથે આવે છે. પાછલા મહિને આ ફોન ગીકબેન્ચ વેબસાઇટ પર પણ દેખાડવામાં આવ્યો હતો, જેનાથી જાણ થાય છે કે તેમાં 8જીબી રેમ અને એન્ડ્રોઇડ 11 જોવા મળ્યું હતું, જેનાથી ખ્યાલ આવે છે કે તેમાં 8જીબી રેમ અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. 


સ્માર્ટફોનમાં 6.5 ઇંચની સુપર -AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ડિસ્પ્લે FHD + રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. રિયર કેમેરામાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર + 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર, 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર મળશે. આ સિવાય ફોન 4,500mAh ની બેટરીની સાથે આવી શકે છે, જે 25W રેપિડ ચાર્જિંગ સપોર્ટ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube