નવી દિલ્હીઃ સેમસંગ (Samsung)એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન Samsung Galaxy A71 છે. આ સેમસંગની પોપ્યુલર Galaxy A સિરીઝનો નવો ફોન છે. સેમસંગનું કહેવું છે કે  Galaxy A71, તેની એ સિરીઝનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન છે. સેમસંગ Galaxy A71 સ્માર્ટફોન, ગેલેક્સી A70નો સક્સેસર છે. સેમસંગના આ નવા સ્માર્ટફોનમાં પાવરફુલ પ્રોસેસર, દમદાર બેટરી અને 64 મેગાપિક્સલનો મેન કેમેરોની સાથે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં આ સ્માર્ટફોનનો મુકાબલો Vivo V17 Pro, Oppo Reno, Redmi K20 Pro અને OnePlus 7 જેવા સ્માર્ટફોન સામે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A71 ની કિંમત
સેમસંગનો આ સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા છે.  Samsung Galaxy A71 સ્માર્ટફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં મળશે. આ સ્માર્ટફોનનો સેલ 24 ફેબ્રુઆરીથી સેમસંગ ઓપેરા હાઉસ, amsung.com, રિટેલ સ્ટોર અને મુખ્ય ઓનલાઇન પોર્ટલ્સ દ્વારા થશે. સેમસંગનો આ ફોન વિયતનામમાં લોન્ચ થઈ ચુક્યો છે. વિયતનામમાં Samsung Galaxy A71 સ્માર્ટફોન 6 GB અને 8GBના રેમ વેરિયન્ટમાં આવ્યો હતો. પરંતુ ભારતમાં તેનું એક વેરિયન્ટ આવ્યું છે. 


કંઈક આવા છે સ્માર્ટફોનના ફીચર્સ
Samsung Galaxy A71 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ઇન્ફીનિટી-O ડિસ્પ્લે આપવામાં આવી છે. નવી સુપર AMOLED પ્લસ ટેક્નોલોજીની સાથે આ શાનદાર વ્યૂઇંગ એક્સપીરિયન્સ આપે છે. આ સ્માર્ટફોનના બેકમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એટલે કે ફોનની પાછળ 4 કેમેરા લાગેલા છે. ફોનના બેકમાં મેન કેમેરો 64 મેગાપિક્સલનો છે. આ સિવાય ફોનની પાછળ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપ્યો છે. સ્માર્ટફોનના ફ્રંટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં  Slow-Mo Selfie મોડ આપવામાં આવ્યો છે. 


કોરોના ઇફેક્ટઃ બજારમાં નથી મળી રહ્યો Redmi Note 8, ભાવમાં પણ થયો વધારો   


512GB સુધી વધી શકે છે ફોનનું સ્ટોરેજ
સેમસંગના આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટો-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સારી ફ્રેમ રેટ અને સ્ટેબિલિટીની સાથે Galaxy A71 સ્માર્ટફોન તમારા ગેમિંગ એક્સપીરિયન્સને વધારે છે. આ સ્માર્ટફોન Samsung Pay ની સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી આ ફોનના સ્ટોરેજને 512 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 25W  સુપર ફાસ્ટ ચાર્જિંગની સાથે  4,500 mAhની બેટરી આપવામાં આવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર