કોરોના ઇફેક્ટઃ બજારમાં નથી મળી રહ્યો Redmi Note 8, ભાવમાં પણ થયો વધારો


મોબાઇલની સપ્લાઇ અને ઉત્પાદન પ્રભાવિત થવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કોરોના ઇફેક્ટઃ બજારમાં નથી મળી રહ્યો Redmi Note 8, ભાવમાં પણ થયો વધારો

નવી દિલ્હીઃ Redmi Note 8 મોબાઇલ ફોન બજારમાં મળી રહ્યો નથી. ઓછી કિંમત અને દમદાર ફીચર્સને કારણે શાઓમી (Xiaomi)નો ફોન ભારતમાં પ્રખ્યાત છે. પરંતુ આ દિવસોમાં આ મોબાઇલ ફોનનો સ્ટોક બજારમાં પૂરો થઈ ગયો છે. વધતી માગને જોતા આ હેન્ડસેટની કિંમત પણ વધી ગઈ છે. આ મામલામાં સૌથી વધુ ગ્રાહકોને થઈ રહી છે. કારણ કે દુકાનદાર સ્ટોક પૂરો થવાનું અને કિંમત વધવાનું કારણ આપી રહ્યાં છે જ્યારે કંપની તેનું અન્ય કારણ જણાવી રહી છે. 

શું કહી રહ્યાં છે દુકાનદાર
વિભિન્ન રિટેલ શોપકીપર્સનું કહેવું છે કે કે શાઓમી  Redmi Note 8 આપવા માટે આનાકાની કરી રહ્યું છે. દુકાનદારોનો આરોપ છે કે કંપની તેના પર દબાવ આપી રહી છે કે Redmi Note 8ની સાથે ઓછામાં ઓછા 20 જૂના મોડલ પણ ખરીદે. આ નવી પોલિસીનો દુકાનદાર વિરોધ કરી રહ્યાં છે. દેશમાં મોટા ભાગના મોબાઇલ ખરીદતા ગ્રાહક જૂના મોડલને ખરીદતા નથી. દુકાનદારનો આરોપ છે કે કંપની બળજબરીથી જૂનો સ્ટોક વેચવા માટે દબાવ કરી રહી છે.

આ છે કંપનીની દલીલ
કંપનીનું માનવું છે કે સ્ટોક ઓછો થવાને કારણે Redmi Note 8ના ભાવમાં 500 રૂપિયા સુધીનો વધારો થયે છે. શાઓમી કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે ચીનમાં કોરોના વાયરસને કારણે Redmi Note 8નો સ્ટોક પ્રભાવિત થયો છે. ચીનમાં મહામારીને કારણે મોબાઇલ તૈયાર કરવાનું કામ બંધ છે. આ કારણે નવા મોબાઇલની માગ પ્રભાવિત થઈ છે. કંપની ગ્રાહકોની માગ પૂરી કરવા માટે અન્ય વિકલ્પ શોધી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news